Saturday - May 18, 2024

હતભાગી પરિવારે દિવંગત માતાને સેવા, સત્સંગ અને વિવિધ સામાજિક કાર્યો થકી અનોખી શ્રદ્ધાંજલિ આપી ભરતનગર ખાતે રક્તદાન કેમ્પ, અબોલ જીવોને ઘાસચારો, બટુક ભોજન, સંતોના સત્સંગ અને ધૂન ભજન જેવા 12 કાર્યો કરાયા

હતભાગી પરિવારે દિવંગત માતાને સેવા, સત્સંગ અને વિવિધ સામાજિક કાર્યો થકી અનોખી શ્રદ્ધાંજલિ આપી
ભરતનગર ખાતે રક્તદાન કેમ્પ, અબોલ જીવોને ઘાસચારો, બટુક ભોજન, સંતોના સત્સંગ અને ધૂન ભજન જેવા 12 કાર્યો કરાયા

માતા વિશે એવું કહેવાયું છે કે, જગતમાં એક એવી અદાલત છે. જ્યા આપણાં દરેક પ્રકારના ગુના માફ થાય છે અને તે છે  વાત્સલ્ય મૂર્તિ માતાનું હ્ર્દય. ત્યારે માતાનું મમતાની મોરબીના ભરતનગર ગામેં બહાર આવતા માતાએ તો ઘરને સ્વર્ગ બનાવી  દેવામાં જીવન આખું નીચોવી નાખ્યું પણ પુત્રોને માતાની સેવા કરવાનું પુણ્ય મળે એ પહેલાં માતાએ ચીર વિદાય લેતા પરિવારે આ દિવંગત માતાની યાદમાં અનેક સેવાકાર્યો કરીને માતાને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

મોરબીના  ભરતનગર ગામના 95 વર્ષીય કસ્તુરબેન ભગવાનજીભાઈ મોરસણીયાના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ, અબોલ જીવોને ઘાસચારો, ઉપેક્ષિત વિસ્તારના 780 બાળકોને બટુક ભોજન, સંતોના સત્સંગ અને ધૂન ભજન સાથે પરિવાર પ્રબોધન જેવા સમાજ ઉપયોગી 12 કાર્યક્રમો યોજીને સમગ્ર પરિવારજનોએ ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીને તેમને ચીંધેલા સેવાકાર્યોને આગળ વધવાની નેમ વ્યક્ત કરી છે. આ સેવાકાર્યોમા મોરબી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરના પુરાણી દિવ્યપ્રકાશ સ્વામી, ખોખરા હનુમાન ધામના કથાકાર કનકેશ્વરી દેવી, બગથળા નકલંગ ધામના મહંત દામજી ભગતે ઉપસ્થિત રહીને કસ્તુરબાને શબ્દાંજલિ આપી હતી. આ ઉપરાંત સંગીતમય સુરાવલીઓ સાથે સદગુરુ પરિવાર પાટડીના મનસુખભાઈ રાધેએ સુંદરકાંડનો સામૂહિક પાઠ કરી સ્વરાંજલિ આપી હતી. જ્યારે કોયલી વાળા સુપ્રસિદ્ધ ભજનિક છગન ભગતે સુર અને શબ્દોથી તરબોલ કરીને સુર સાધનાથી લોક શિક્ષણની વાતો કરી હતી