Saturday - May 18, 2024

ખબરદાર! યુવા પેઢીને એયાશ કહેતા પહેલા સો વખત મનોમંથન કરજો મીરબી સિવિલમાં મધરાત્રે પણ ઇમરજન્સી લોહીની જરૂરિયાત ઉભી થાય તો એજ સેકન્ડે મારતે ઘોડે આવી દર્દીને નવજીવન આપતા યુવાનો

ખબરદાર! યુવા પેઢીને એયાશ કહેતા પહેલા સો વખત મનોમંથન કરજો   

મીરબી સિવિલમાં મધરાત્રે પણ ઇમરજન્સી લોહીની જરૂરિયાત ઉભી થાય તો એજ સેકન્ડે મારતે ઘોડે આવી દર્દીને નવજીવન આપતા યુવાનો

વિકાસને કારણે પ્રેક્ટિકલ બનવાની દુહાયથી ધન કુબેર બનવાની લાલસા સામે પણ નાત-જાત જોયા વગર રક્તદાનથી જીવ બચાવતી આજની યુવા પેઢી

મોરબી : મોરબી જેવા શહેરમાં લોકો ત્રણ ત્રણ દુર્ઘટનાઓનો આઘાત ઝીલીને બહાર આવી અકલ્પનિય વિકાસ કર્યો પણ નાની મોટી દુકાનો, કોમ્પલેક્ષ, મોટા મોટા મોબાઈલ , કપડાં સહિતના આંખને આજી નાખે એવી ભવ્ય શોરૂમ, હાઈ ફાઈ સિનેમા કલચર અને મોબાઈલમાં યુવાપેઢી જીવન ફાલતુમાં વેડફી નાખે તેવી વારંવાર કોઈને કોઈ મહારથીની યુવા પેઢી પ્રત્યેની ટિપ્પણી સામે વર્ષોથી પેઢી દર પેઢી યુવાનોની વડીલોની પ્રેક્ટિબલ બાબતો સામે કોઈ ઘર્ષણ કર્યા વગર જે પડકાર જનક કાર્ય કરીને કોઠાસૂઝ ધરાવતા ભલભલા વડીલોને મનને ગોટે ચડાવી  દીધા બાદ હવે આજની પેઢીના મોરબીના  ઘણા બધા યુવાનોના મનમાં  2018 એવો વિચાર ઉદ્દભવ્યો કે મરવું દરેકને એક દિવસ તો છે જ. પણ બીજાને ખબર પડ્યા વગર એની જરૂરિયાત પૂરી કરીને એમનું જીવન મધુર બાગ જેવું બનાવી દઈ તો એના જીવની સાથે આપણા જીવનું પણ કલ્યાણ થઈ જશે.

મોરબીના આ બધા યુવાનો શિક્ષિત અને વેલસેટ હોય એટલે બીજાની જેમ "હમેં ક્યાં લેના દેના" એવી સેલફીશ એટલે સ્વાર્થ વૃત્તિ જેવી માનસિકતાનો પૂર્વ ગૃહ શરીરના મૂળમાંથી કાઢી કોઈક જરૂરિયાતને મદદ કરીને એની ખુશીમાં જ આપણી ખુશી એમ માનીને 2018માં એક ઇન્સાનિયત ભર્યો સેવાકીય પ્રોજેકટ અમલમાં મુક્યો, આ પ્રોજેક્ટમાં બધા જ 20થી 40 વર્ષના હટાકટા નાત જાત વગરના આશરે 1 હજાર જેટલા લોકો જ્યારે પણ સિવિલ હોસ્પિટલમાં કોઈ દર્દી જીવન  મરણ વચ્ચે ઝોલા ખાતો હોય એની ખબર પડે એટલે યુવા શક્તિ ફાઉન્ડેશનના યુવક અને યુવતીઓ ભર નિંદરમાંથી ઉઠી તત્કાળ સિવિલ હોસ્પિટલમાં જઈને હેન્ડ ટુ હેન્ડ રક્તદાન કરીને પરત પણ ચાલ્યા જાય છે. એ દર્દીને પણ કોણે નવજીવન આપ્યું એની જીવનભર ખબર પડતી નથી. આવી મુક સેવા છે  અત્યાર સુધીમા આ સંસ્થાના યુવાનો જ્યાં ક્યાંય હોય જો કે લાંબા ગાળે હોય તો ન આવી શકે પણ મોરબી તાલુકાની આસપાસ હોય તો અડધી રાત્રે જ રક્તદાન કરીને જીવન બચાવે છે.મોરબીની યુવા પેઢીએ બ્લડ ડોનેટ ગ્રુપ બનાવી 878 દર્દીઓને લોહીની ઇમરજન્સી પુરી પાડી જીવ બચાવ્યો છે.

યુવા શક્તિ ગ્રુપે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી દર્દીનું જીવન બચવ્યું

ઈમરજન્સી એટલે યુવા શક્તિ જાણીતુ યુવા શક્તિ ગ્રુપ મોરબીના દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબીની દરેક જરૂરિયાત સમયે ખડેપગે રહે છે તેમજ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ના‌ ધ્યેય સાથે મોરબી તથા રાજકોટમાં ૩૬૫ દિવસ બ્લડ ની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે.

મધ્યમ કે ઉચ્ચ મધ્યમ અને શ્રીમંત વર્ગને તો લોહી મળી જાય, પણ આવા ગરીબોનું શુ ?

મોરબીમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ તેમજ શ્રીમત વર્ગ તો પૈસા કે વગના જોરે તાત્કાલિક લોહીની વ્યવસ્થા કરી લે છે. પણ મોરબીની સિવિલ હોસ્પિટલમા દરરોજ અકસ્માત, પ્રસુતિ સહિતના કેસોમાં રાતોરાત લોહીની જરૂર પડે છે. નહિતર એની જિંદગી ઉપર જોખમ ઉભું થાય છે. આવા લોકો પાસે ખાવાના પૈસા માંડ નીકળે ત્યારે સારવારનો ખર્ચ ક્યાંથી નીકળે. એટલે સિવિલમાં દર્દીઓને બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપ ના સભ્યો દ્વારા તાત્કાલિક 10 થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં બ્લડ ડોનેટ કરવામાં ભાઈઓ સાથે સાથે બહેનો પણ હતા તથા યુવા શક્તિ ગ્રુપ દ્વારા કોઈપણ બ્લડ ગ્રુપ ની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવાની અવિરત સેવા ચાલુ રહેશે.

રક્તદાન પાછળ એક સમયના સેવાભાવી ગભાજીની લોહી આપવાના કાર્યથી પ્રેરિત થયા

મોરબી  સિવિલ હોસ્પિટલમાં માત્ર ગરીબો અને સામાન્ય લોકો જ દવા અને સારવાર લેવા જાય એવી માનસિકતા છે. કારણ કે વર્ષોથી સિવિલમાં ખૂબી કરતા ખામીઓ ભારે જવાબદાર છે. એટલે મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા ગભાજી જેવા ખરા અર્થમાં સેવાભાવીના એક નહિ પણ બે લગ્ન જીવનની બલી ચડી ગઈ હતી. તેઓએ સુક લકડી જેવો શરીરનો બાંધો છતાં સિવિલમાં ગરીબ દર્દીઓને  ઇમરજન્સીમાં 55 વખત રક્તદાન કરેલું અને સિવિલના પ્રસુતિ વિભાગમાં રોજ કોઈને કોઈની પ્રસુતિ થતી ત્યારે તેઓ દરરોજ ત્રણ ટાઈમ સાયકલ  લઈને શિરો ખવડાવતા,રક્તદાન માટે પ્રોત્સાહિત કરવા, ટીફીન સેવા, સિવિલના દર્દીઓને પૌષ્ટિક આહાર આપવો, અજાણી લાશોની અંતિમવિધિ કરવી અને તેમના ગયા પછી આ યુવાનોએ રક્તદાન શરૂ કરું  છે.

 

 

ખબરદાર! યુવા પેઢીને એયાશ કહેતા પહેલા સો વખત મનોમંથન કરજો   

મીરબી સિવિલમાં મધરાત્રે પણ ઇમરજન્સી લોહીની જરૂરિયાત ઉભી થાય તો એજ સેકન્ડે મારતે ઘોડે આવી દર્દીને નવજીવન આપતા યુવાનો