Saturday - May 18, 2024

મોરબીમાં રામાયણના એક મહત્વના હનુમાનજીની ભક્તિને દર્શાવતો સુંદરકાંડને આબેહૂબ રજૂ કરાયો 700થી વધુ વિધાર્થીઓએ ભગવાન હનુમાનજીની ભક્તિ, બળ બુદ્ધિને ગાયન અને નાટ્યાત્મક રીતે રજૂ કરતા આ કાર્યક્રમનું આખું સ્થળ ભક્તિમય બની ગયું.

મોરબીમાં રામાયણના એક મહત્વના હનુમાનજીની ભક્તિને દર્શાવતો સુંદરકાંડને આબેહૂબ રજૂ કરાયો

700થી વધુ વિધાર્થીઓએ ભગવાન હનુમાનજીની ભક્તિ, બળ બુદ્ધિને ગાયન અને નાટ્યાત્મક રીતે રજૂ કરતા આ કાર્યક્રમનું આખું સ્થળ ભક્તિમય બની ગયું.

મોરબીમાં ઘણીવાર સમાજ ચિંતકો, બુદ્ધિજીવીઓ,  તત્વ ચિંતકો વભીરતાથી જાહેર સ્ટેજ પરથી બાળકો સહિત તમામને મોબાઈલમાં ગળાડૂબ જોઈને આ સમાજનું શુ થવા બેઠું છે, એવું કહીને પશ્ર્ચિમ સંસ્કૃતિએ જ બધો જ દાટ વાળી દીધો હોવાનો ઉભરો ઠાલવે છે. પણ આજે આ બધાની બોલતી બંધ થાય તેવી પરમ આધ્યાત્મિક બાબત સામે આવી છે.જેમાં હિન્દૂ સંસ્ક્રુતિના પવિત્ર ગ્રંથ એવા રામાયણમાંથી   પવનપુત્ર બજરંગબલીની ભગવાન રામ પ્રત્યેની ભક્તિને ઉજાગર કરતા સુંદર કાંડને પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

મોરબીમાં નેસ્ટકેર એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલ દ્વારા આજે દેશભરમાં સદાચાર અને સંસ્કૃતિ તેમજ સ્તકર્મથી જીવન ધન્ય બની જાય તેમજ દરેક સદગુણોથી મોરબી જ નહીં દેશમાં ખુશાલી આવે અને રાવણરણ નહિ પણ રામ રાજ્યની સ્થાપના થાય એ માટે આજે પવિત્ર ગ્રંથ રામાયણનો એક હિસ્સો કે જે હનુમાનજી ઉપર જ આધારિત હોય એવા સુંદરકાંડના અધરમાં પણ અઘરા શ્ર્લોક ને નાટ્યાત્મક અને આધ્યાત્મિક રીતે સ્કૂલના 800 જેટલા વિદ્યાર્થીઓએ રજૂ કરીને આ વિદ્યાર્થીઓએ તેમના સંસ્કારો પ્રત્યે અગુલી નિર્દેશ કરતા જળ બુદ્ધિના અમુક લોકોની બોલતી બંધ કરી દીધી હતી. જો કે આજના ટેકનોલોજીના જમણામાં પણ આ બાળકોએ કડકડાટ શ્લોક બોલી તેનું ગાયન સાથે અર્થ સમજાવતા આ કાર્યક્રમમાં હાજર રહેલા વાવડી ગામના કબીર ધામના મહંત શિવરામદાસ બાપુએ લોકોને ઉમટી પડવાની હાકલ કરતા આશરે 5 હજાર જેટલા મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈને આ ધાર્મિક પ્રસંગને માણ્યો હતો. સ્કૂલના સંચાલક કે.ડી. પડસુબિયાએ કહ્યું હતું કે, હવે ધાર્મિક કાર્યક્રમો યોજાતા ન હોય મનોરંજનના ન કાર્યક્રમ યોજાતા હોય ત્યારે હાલ આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને સંસ્કૃતિનું જતન થશે, આ વિશેષ કાર્યક્રમ માટે ત્રણ મહિના સુધી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભારે મહેનત કરતા હોય એનું આ સારૂ પરિણામ છે.

મોરબીમાં રામાયણના એક મહત્વના હનુમાનજીની ભક્તિને દર્શાવતો સુંદરકાંડને આબેહૂબ રજૂ કરાયો

700થી વધુ વિધાર્થીઓએ ભગવાન હનુમાનજીની ભક્તિ, બળ બુદ્ધિને ગાયન અને નાટ્યાત્મક રીતે રજૂ કરતા આ કાર્યક્રમનું આખું સ્થળ ભક્તિમય બની ગયું.