મોરબીમાં જ્ઞાનપથ કોમર્સ વિધ્યાલયમાં વર્ષ 2014માં શ્રેષ્ઠ શિક્ષણ મેળવી ઉચ્ચ ગુણાક સાથે ધો.12માં ઉત્તીર્ણ થઈને ઉચ્ચ શિક્ષણ મેળવી તેજસ્વી કારકિર્દી ઘડીને હવે અલગ અલગ જગ્યાએ સમાજમાં મોભાદાર સ્થાન મેળવી ઠરીઠામ થયેલા ભૂતપૂર્વ 80 વિદ્યાર્થીઓનું હોટેલ DKT લજાઈ ખાતે સ્નેહમિલન યોજાયુ હતું. ત્યારે બધા મિત્રોએ સાથે મળીને આગાઉ શિક્ષણ મેળવવા દરમિયાન ભણવાની સાથે મોજ મસ્તી કરીને બેફિકર બનીને જિંદગી જીવવાની એ મોજની જૂની યાદો વાગોળી હતી અને એકબીજાની વર્તમાન સ્થિતિ જાણી હળવાશની પળો માણી હતી.