ટંકારા:- ટંકારા નાના ખીજડીયા ગામે રહેતા કિશોરભાઈ દામજીભાઈ બારૈયાએ ગજડી ગામે રહેતા વિજયભાઈ મનાભાઈ ડાંગર પાસેથી અંગત ઉપયોગ માટે રૂપિયા પાંચ લાખ સબંધના દાવે લીધેલ હતા, આ રકમ પરત આપવા માટે કિશોરભાઈ દામજીભાઈ બારૈયા પાંચ લાખનો ચેક આપેલ હતો,જે પરત થતા વિજયભાઈ મનાભાઈ ડાંગરે ટંકારા કોર્ટમાં તારીખ 12/12/2023 એ ફરિયાદ દાખલ કરેલ હોય જે કેસમા કોર્ટ દ્વારા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેક ની રકમ રૂપિયા પાંચ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે જો આરોપી વળતરની રકમ 60 દિવસમાં ફરિયાદીને ચૂકવવામાં નિષ્ફળ જશે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.