Sunday - Aug 16, 2026

હળવદમાં દારૂના ગુનાના આરોપીને પાસા હેઠળ સુરત ખાતે જેલહવાલે કરાયો

હળવદમાં દારૂના ગુનાના આરોપીને પાસા હેઠળ સુરત ખાતે જેલહવાલે કરાયો

હળવદ: હળવદ પોલીસ દ્વારા ઇંગ્લીશ દારૂના ગેરકાયદેસર વેચાણના ગુનામાં સંડોવાયેલા એક આરોપીની પાસા હેઠળ અટકાયત કરાઈ છે. હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી પ્રવિણભાઇ લાખાભાઇ પગી (ઉંમર 40, રહે. લાકડીયા પગીવાસ, જી.કચ્છ) નું જિલ્લા મેજિસ્ટ્રેટશ તરફથી પાસા વોરંટ ઇસ્યુ કરાતા પોલીસ દ્વારા આરોપીને પાસા હેઠળ અટકાયતમાં લઈ લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી દેવાયો છે.