રાજકોટ – મોરબી હાઇવે ઉપર ઠેકઠેકાણે ખાડા પડી ગયા છે જેમાં ભારે વરસાદને કારણે આ ખાડાઓ મસમોટા ગાબડામાં ફેરવાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયા રહ્યા છે, આવી જ એક ઘટનામાં ટંકારાના વિરપર નજીક રોડ ઉપર પડેલો મોટો ખાડો તારવવા જતા કાર પલ્ટી મારી ગઈ હતી. સદનસીબે જાનહાની થયાના કોઈ અહેવાલ મળ્યા નથી