Thursday - Apr 23, 2026

મોરબીમાં દાગીના ઘડવા માટે આપેલું 420 ગ્રામ સોનુ લઈને ફરાર થયેલો ચિટર અંતે ગિરફ્તાર

મોરબીમાં દાગીના ઘડવા માટે આપેલું 420 ગ્રામ સોનુ લઈને ફરાર થયેલો ચિટર અંતે ગિરફ્તાર

મોરબીની સોની બજારમાં સોનાની પેઢીઓ ધરાવતા ઝવેરીઓએ અગાઉ દાગીના ઘડવા માટે દાગીના ઘડવાના કારીગરને 420 ગ્રામ સોનુ આપ્યા બાદ આ કારીગરની દાનત બગડતા દાગીના ઘડવાને બદલે સોનુ લઈને રાતોરાત ગાયબ થઈ ગયો હતો. આથી સોના વેપારીઓએ જે તે સમયે આ કારીગર વિરુદ્ધ સોનુ લઈને ફરાર થઇ જઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાયા બાદ હવે એલસીબીને ચોક્કસ બાતમી મળતા આ ચિટર આરોપીને સુરતથી દબોચી લીધો હતો.

વર્ષ 2021 દરમિયાન પશ્વીમ બંગાળનો વતની અને મોરબીમાં રહીને સોનાના દાગીના ઘડવાનું કામ કરતા કારીગર ભાસ્કરભાઈ સરદારે સોની વેપારીઓ સાથે દગો કર્યો હતો. જેમાં તે સમયે મોરબીની સોની બજારમાં ઝવેરીઓ પાસેથી સોનુ લઈને દાગીના ઘડવાનું કામ કરતો હોય ત્યારે અલગ અલગ સોની વેપારીઓ પાસેથી એકાદ વર્ષની અંદર કટકે કટકે સોનુ આશરે કુલ ૪૨૦ ગ્રામ જેટલુ મળતા તેની દાનત બગડી હતી.આથી કુલ રૂ,૧૨,૬૦૦૦૦ની કિંમતનું ૪૨૦ ગ્રામ જેટલુ સોનુ લઈને કારીગર ભાસ્કરભાઈ સરદાર ફરાર થઇ ગયા બાદ છેતરપીંડીનો અહેસાસ થતા  મોરબીના શનાળા રોડ ઉપર શક્તિ પ્લોટમાં આવેલ શાંતીનિકેતન મકાનમાં રહેતા અને સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતા વિરલભાઈ મનહરભાઈ આડેસરાએ વર્ષ 2021માં આરોપી ઘનશ્યામભાઈ ભાસ્કરભાઈ સરદારએ તેમની સહિત અન્ય ઝવેરીઓ પાસેથી  આશરે કુલ ૪૨૦ ગ્રામ જેટલુ સોનુ લઇને ભાગી જઇ છેતરપીડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આ છેતરપિંડી કેસમાં સંડોવાયેલ આરોપી ઘનશ્યામભાઈ ભાસ્કરભાઈ સરદાર, હાલમાં સુરત ખાતે હોવાની મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળતા સુરતના હીરા બજારમાંથી આરોપીને ઝડપી લીધો હતો.