કોરોના બાદ હવે હાર્ટએટેક હાહાકાર મચાવી ગયો હોય તેમ હાર્ટએટેક અટકવાનું નામ જ લેતો ન હોય તેમ આજે હાર્ટએટેકે વધુ એકનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે. જેમાં મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર હિમાંશુભાઈ નરેન્દ્રભાઇ ઠાકર મિત્રો પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા ગયા બાદ હાર્ટએટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. જેથી તેમના પરિવાર અને રાજકીય આલમમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.
મોરબીના ભાજપ અગ્રણી નરેન્દ્રભાઈ ઠાકર અને પાલિકાના પૂર્વ પ્રમુખ હંસાબેન ઠાકરના પુત્ર હિમાંશુભાઈ (લાલો) નરેન્દ્રભાઇ ઠાકર ઉ.વ 39 તેમના ભાઈ અને મિત્રો સાથે માઉન્ટ આબુ ફરવા ગયા હતા ત્યારે ગતરાત્રીના 3 વાગ્યાના અરસામાં હિમાંશુભાઈને હાર્ટએટેક આવી જતા હૃદયરોગનો હુમલો તેમના માટે જાનલેવા નીવડ્યો હતો.હિમાંશુભાઈની અણધારી વિદાયથી તેમના લરીવાર અને રાજકીય આલમ તેમજ મોરબી બ્રહ્મસમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે, મૃતક હિમાંશુભાઈને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળે છે, હાલમાં હિમાંશુભાઈના પાર્થિવ દેહને માદરે વતન મોરબી લાવવામાં આવી રહ્યો છે અને આજે શનિવારે બપોરે 3 કલાકે તેઓની સ્મશાનયાત્રા તેમના નિવાસ સ્થાન ઠાકર લોજ ખાતેથી વિદ્યુત સ્મશાનગૃહ લીલાપર રોડ જવા નીકળશે.