હળવદના કણબીપરા વિસ્તારમાં રહેતી મહિલાને પોતાના ઘરે સફાઈ કરતી વખતે ફ્રિજના વાયરનો પ્લગ કાઢતા ઇલેક્ટ્રીક શોટ લાગવાથી તેમનું મોત નીપજયું હતું.
હળવદના કણબીપરા વિસ્તારમાં રહેતા પુષ્પાબેન નીતિનભાઈ પારેજીયા ઉ.વ.૪૦ નામના મહિલા પોતે પોતાના ઘરે હતા ત્યારે ઘરનું સફાઈ કામ કરતા સમયે તેઓ ફ્રીજના વાયરનો પ્લગ કાઢવા જતા સમયે તેઓને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો જેથી કરીને પુષ્પાબેન નીતિનભાઈ પારેજીયાનું મોત નીપજ્યું હતું અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન હરેશભાઈ શંકરભાઈ પારેજીયાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.