મોરબીમા અવની ચોકડી પાસે આવેલ “શોભાકુંજ સોસાયટી”ના રહીશો દ્વારા ૭૭મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખુબ સરસ રીતે કરવામા આવી.જેમા શોભાકુંજ સોસાયટીના તમામ બાળકો,યુવાનો, વડીલો તેમજ મહીલાઓ દ્વારા ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ છે તેમજ નિવૃત શિક્ષક શ્રી ભવાનભાઇ કગથરા દ્વારા રાષ્ટ્રધ્વજનુ મહત્વ અને તેનો ઇતિહાસ જણાવવામા આવેલ અને કાર્યક્રમના અંતમા શોભાકુંજ સોસાયટીના પ્રમુખ શ્રી ડો.પુનિતભાઇ માકાસણા અને ઉપ પ્રમુખ શ્રી દિનેશભાઇ કાલરીયા દ્વારા સોસાયટીના લોકોને સ્વસ્છતા તેમજ શાંતી જાળવી હાલમા સરકાર દ્વારા જે સ્વસ્છતા અભિયાન ચલાવવામા આવે છે તેમા મદદરૂપ થવા અપીલ કરેલ છે. જયહિંદ