સમગ્ર રાષ્ટ્રમાં દેશના ઘડવૈયા અને લડવૈયાઓને યાદ કરી તેમને લાખ લાખ વંદન કરવા તેમજ માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાના હેતુથી સરકાર દ્વારા ‘મારી માટી મારો દેશ’ નામે અભિયાન ચલાવવામા આવ્યું હતું. પણ સરકાર કે સંસ્થાના દેશભક્તિના કાર્યક્રમો માત્ર 26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ પૂરતા જ સીમિત રહે છે. પણ મોરબીનું ખાનપર ગામે આવી સીઝનલ રાષ્ટ્ભક્તિ નહિ પણ કાયમ રાષ્ટ્રભાવના જાગૃત રહે તેવી સુંદર પહેલ કરવામાં આવી છે. આ ગામની દરેક શેરીઓને કાંતિકારીના નામ આપવામાં આવ્યા છે. એટલે દરેક શેરી આઝાદીમાં પ્રાણ ન્યોછાવર કરનાર કાંતિકારીઓથી જાણીતી બની છે અને કાંતિકારીના નામથી ગામની શેરી બોલતી થઈ છે. જેનો ઉદેશ્ય માત્ર એક જ છે કે, ભવિષ્યમાં આવનારી પેઢીના કાંતિકારીના નામ એમનું સમગ્ર જીવન આઝાદી માટે ન્યોછાવર હતું અને એમનામાં રહેલી દેશભાવના નવી પેઢીમાં પણ સંચાર થાય અને ઉમદા નાગરિક બને તેવો હેતુ છે.
મોરબીના ખાનપર ગામ આજે કાંતિકારીઓના નામથી જાણીતું બન્યું છે. આ ગામની દરેક શેરીઓ સાથે જોડાયેલા છે રાષ્ટ્ર વિભૂતીઓના નામ. ગામની દરેક શેરીને ભારતના કાંતિકારીનું નામ આપવામાં આવ્યું છે અને ત્યાં દરેક જગ્યાએ કાંતિકારીના નામ સાથે શેરીઓના નિર્દેશ બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ બોર્ડ જોઈને તરત મનોમન જ આ કાંતિવીરોને સત સત વંદન થઈ જ જાય. સરકાર કાંતિવીરોના સન્માનમાં તેમના ઋણ ચૂકવવા માટે અનેક પ્રકલ્પો હાથ ધરે છે ત્યારે ખાનપર ગામમાં થોડા સમય પહેલા જ યુવાનો અને ગ્રામજનોએ એકજૂથ બની ગામની શેરીએ શેરીએ ક્રાંતિવિરોના નામના બોર્ડ લગાવ્યા છે. યુવાનોએ ગામની દરેક શેરીને કાંતિકારીઓના નામે બોલતી કરી દીધી છે. ગામની દરેક શેરીઓને ક્રમાંકે શહીદ ભગતસિંહ, ચંદ્રસખેર આઝાદ, વીર સાવરકર, સરદાર પટેલ માર્ગ, સ્વામી દયાનંદ માર્ગ, સ્વામી વિવેકાનંદ માર્ગ, શ્યામજી કૃષ્ણ વર્મા માર્ગ અને સુભાષચંદ્ર બોઝ માર્ગ નામ આપવામાં આવ્યા છે.
દેશની આઝાદી માટે અતિ મહત્વની ભૂમિકા ભજવનાર મહાન કાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપી શકાય. તેમને હંમેશા એક સવિશેષ દરજ્જો આપી શકાય તેમજ આવનારી પેઢી આ કાંતિકારીઓના જીવનમાંથી દેશભક્તિ સહિતના સારા ગુણ અને સંસ્કારો ગ્રહણ કરે અને તેમને હંમેશા યાદ રાખે તેવા અભિગમ સાથે આ ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. કાંતિવીરોની યાદ કરી તેમને વંદન કરવાના હેતુથી ગામની દરેક શેરી આઝાદીના ગુણગાન ગાય રહી છે. આવનારી પેઢી દેશપ્રેમી બને, દેશના વીર સપૂતો વિશે જાણે અને તેમના વિચારો તેમજ સંસ્કારો પોતાના જીવનમાં ઉતારે તેવા હેતુથી સમગ્ર ગામે આવું ઉમદા કાર્ય હાથ ધર્યું છે. ગામના લોકોએ એકજૂથ બની સંપૂર્ણ લોકફાળાથી ગામની દરેક શેરીનું વીર સપૂતોના નામથી નામકરણ કર્યું છે.
ખાનપર ગામના સરપંચ દિલીપભાઈ બાબુલાલએ કહ્યું હતું કે આજકાલના જુવાનિયા કેરિયર બનાવવા કે પ્રેમમાં પાછળ જ પડ્યા હોય છે. પણ અમારા ગામના યુવાનો આ બાબતથી પર છે અને ગામના યુવાનોએ ભણતરમાં જ કાંતિકારીઓ નામ અને દેશમાં પ્રત્યેનું યોગદાન મોઢે હોય એ બહુ મોટી વાત છે. આ યુવાનોએ ગામની શેરીઓને ક્રાંતિકારીઓના નામથી જીવંત બનાવી દીધી એના પરથી સાબિત થાય છે. યુવાનોમાં હજુ દેશ પ્રત્યે મરી મીટવાની ભાવના છે. અમારું ગામ દેશભાવનથી ઉજળું બન્યું એનો સંપૂર્ણપણે શ્રેય ગામના યુવાનોને જાય છે.