Monday - Feb 17, 2025

કબીર આશ્રમ ખાતે યોજાનાર રામકથા આયોજન માટે બેઠક યોજાઇ

કબીર આશ્રમ ખાતે યોજાનાર રામકથા આયોજન માટે બેઠક યોજાઇ

નાનીવાવડી ખાતે આવેલ કબીર આશ્રમ પાસે આગામી તારીખ - 01/10/2023 થી મોરારી બાપુના મુખે થનાર રામકથાના આયોજન અંતર્ગત આજે રામકથા આયોજન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કથાનું સચોટ આયોજન કરવા ગ્રાઉન્ડની મુલાકાત લઈ મીટીંગ યોજી હતી. આ કથા કબીર આશ્રમના મહંત મહામંડલેશ્વર શિવરામદાસજી સાહેબ અને રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયાના માર્ગદર્શન હેઠળ યોજાવાની છે. જેને લઇને હાલ યુદ્ધના ધોરણે કામગીરી થઇ રહી છે. આ સાથે શિવમદાસજી સાહેબે જણાવ્યું કે આ મોરબીમાં યોજાનારા કથાનું ૧૭૦ દેશમાં લાઈવ પ્રસારણ થવાનું છે. મોરબીમાં ન ભૂતો ન ભવિષ્યતિ પ્રકારની રામ કથા થવાની છે. જેને લઇને હાલ આયોજન સમિતિમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.