Friday - Apr 24, 2026

મોરબી જિલ્લાના એગ્રો ડીલરોનું પડતર પ્રશ્ને સોમવારે હડતાલનું એલાન

મોરબી જિલ્લાના એગ્રો ડીલરોનું પડતર પ્રશ્ને સોમવારે હડતાલનું એલાન

ખાતર સાથે ફરજિયાત ટેગિંગ, માર્જિન વધારો અને સેમ્પલ ફેલ સહિતની સમસ્યાઓ ન ઉકેલાતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ

મોરબી : મોરબી જિલ્લાના એગ્રો ડીલરોના લાંબા સમયથી પડતર પ્રશ્નો વણ ઉકેલ છે. જેમાં ખાતર સાથે ફરજિયાત ટેગિંગ, માર્જિન વધારો અને સેમ્પલ ફેલ સહિતની સમસ્યાઓ મુદ્દે અનેક વખત રજુઆત કરી છતાં એગ્રો ડીલરોના હિતમાં નક્કર પરિણામ.આવ્યું નથી. આથી મોરબી જિલ્લાના એગ્રો ડીલરોએ પડતર પ્રશ્ને હવે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. જેમાં મોરબી જિલ્લા એગ્રો ડીલર એસોસિએશને વિવિધ પડતર પ્રશ્નો અને નવા કાયદાઓથી પડતી મુશ્કેલીઓ મામલે નાયબ ખેતી નિયામક પરસાણીયાને આવેદનપત્ર આપી ઓલ ઇન્ડિયા એગ્રો ઇનપુટ ડીલર એસોસિએશન અને મહારાષ્ટ્રના સંગઠનના આહવાનને પગલે મોરબી જિલ્લાના વેપારીઓ 27 એપ્રિલને સોમવારે એક દિવસની હડતાળ પાડશે તેવું એલાન કર્યું છે.

મોરબી જિલ્લા એગ્રો ડીલર એસોસિએશનના પ્રેસિડન્ટ મહેશભાઇ અધારા અને અન્ય હોદ્દેદારોના નેતૃત્વમાં કૃષિ ઇનપુટ વેપારીઓને લાંબા સમયથી પડતી ગંભીર સમસ્યાઓ સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂ કરવા આપવામાં આવેલા બંધને ખુલ્લું સમર્થન આપ્યું છે. જ્યારે એગ્રોના વેપારીઓના મુખ્ય પ્રશ્નોમાં ટેગિંગની સમસ્યા યુરિયા અને ડીએપી જેવા સબસિડીવાળા ખાતરો સાથે કંપનીઓ દ્વારા બિનજરૂરી ઉત્પાદનો જબરજસ્તી ટેગ કરીને વેચવામાં આવે છે, જે તાત્કાલિક બંધ થવું જોઈએ. ડીલર માર્જિન યુરિયા, ડીએપી, એમઓપી અને એનપીકે ખાતરો પર ડીલરને મળતા માર્જિનમાં તાત્કાલિક અને યોગ્ય વધારો કરવામાં આવે. F.O.R ડિલિવરીમાં તમામ ખાતરોની સપ્લાય વેપારીઓના વેચાણ કેન્દ્ર સુધી આધાર પર ફરજિયાત કરવામાં આવે. કાનૂની સુરક્ષામાં સીલબંધ પેકિંગવાળા માલનું સેમ્પલ ફેલ થાય તો વેપારીને દોષિત ગણવાને બદલે સંપૂર્ણ જવાબદારી સંબંધિત ઉત્પાદક કંપનીની નક્કી થવી જોઈએ. સાથી પોર્ટલમાં બીજ વેચાણ માટે લાગુ કરાયેલ સાથી પોર્ટલ માત્ર ઉત્પાદક કંપનીઓ પૂરતું સીમિત રાખવું અને વેપારીઓ પર ફરજિયાત ન કરવાની માંગ કરી છે.