મોરબી : મોરબી શહેરના સર્કિટ હાઉસ નજીક આવેલ સરસ્વતી સોસાયટીમાં રહેતા મીનાક્ષીબેન સુખદેવભાઈ અઘેરા ઉ.વ.58 નામના આધેડ મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર બાથરૂમમાં જ્વલનશીલ પદાર્થ છાટી આગ ચાંપી લેતા ગંભીર રીતે દાઝી જતા મૃત્યુ નીપજ્યું હતું.સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.