માળીયા (મી):- માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે આજે 26મી જાન્યુઆરીએ 76 મો પ્રજાસત્તાક દિન શાળા પરિવાર તરફથી ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચ હેતલબેન ઉમેશભાઈ જાકાસણીયા ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા, આ તકે ગામના તેજસ્વી વિદ્યાર્થીની જીંકલબેન અમૃતલાલ જાકાસણીયાના વરદ હસ્તે ધ્વજવંદન પણ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે જીંકલબેન એમસીએમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેકન્ડ રેન્ક સિલ્વર મેડલ મેળવેલ હોવાથી ગામનું ગૌરવ વધાર્યું છે અને એટલા માટે સરપંચ દ્વારા તેમને શીલ્ડ તથા મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા..