Friday - Jul 17, 2026

મોરબી તાલુકાની શ્રી લુંટાવદર પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક અને વૈવિધ્યસભર રીતે ઉજવણી કરવામાં આવી.

મોરબી તાલુકાની શ્રી લુંટાવદર પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક અને વૈવિધ્યસભર રીતે ઉજવણી કરવામાં આવી.

રાષ્ટ્રના 76 મા પ્રજાસતાક દિવસની ઉજવણી શ્રી લુંટાવદર પ્રાથમિક શાળા પરિવાર દ્વારા નાવીન્યપૂર્ણ અને રાષ્ટ્રભક્તિના રંગો સાથે કરવામાં આવી.કાર્યક્રમની શરૂઆત ઘ્વજવંદનથી કરવામાં આવી.
" દીકરીના પ્રણામ દેશને નામ" થીમ અંતર્ગત ગામની સૌથી વધુ અભ્યાસ કરેલ ,ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ દીકરીના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું.ભ્રૂણહત્યા અટકાવવા અને કન્યાકેળવાણીના ઉત્તેજન અર્થે છેલ્લા એક વર્ષમાં દીકરીને જન્મ આપનાર શક્તિસ્વરૂપા માતાઓનું સન્માન કરવામાં આવ્યું.
ધ્વજવંદન અને માતૃવંદના બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી છલકતો અને મહેકતો ભવ્યાતિભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો.જેમાં દેશભક્તિ અભિનય ગીતો,એકપાત્રિય અભિનય,વ્યસનમુક્તિ નાટક,પરંપરાગત નૃત્ય,હાસ્ય નાટક જેવી કૃતિઓ રજુ કરવામાં આવી.ઘો.6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા રજુ થયેલ હાસ્ય નાટક અને લેઝીમડાન્સ ઉપસ્થિત ગ્રામજનો માટે પ્રશંસા અને આકર્ષણસભર રહ્યાં. સાંસ્કૃતિક શ્રુંખલામાં ભાગ લેનાર સૌ બાળ કલાકારો અને શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને શાળા પરીવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

શાળા દ્વારા રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરી લશ્કરી સેવામાંથી નિવૃત થયેલ આર્મીમેન શ્રી જીજ્ઞેશભાઈ મનસુખભાઈ બાવરવાનું શાળા પરિવાર દ્વારા શાળાના આચાર્યશ્રી રજનીકાંત પૈજાના હસ્તે  શાલ ઓઢાડી,સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પિત કરી રાષ્ટ્રવંદના સભર અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું.આ ક્ષણ બાળકો માટે પ્રેરક અને કર્તવ્યભાવના ઉજાગર કરનારી બની રહી.

શાળા સ્ટાફ દ્વારા કાર્યક્રમને વૈવિધ્યસભર બનાવવા માટે ઉપસ્થિત યુવાનો,વડીલ ભાઈઓ - બહેનો માટે પણ આનંદદાયી રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું.વાલીશ્રીઓ માટે કરવામાં આવેલ આયોજનમાં ભાઈઓ માટે ફુગ્ગાફોડ અને બહેનો તેમજ વડીલભાઈઓ માટે સંગીતખુરશી જેવી સ્પર્ધાઓનું આયોજન થયું.વાલીશ્રીઓએ પોતાનાજ બાળકો સમક્ષ બાળક બનીને રમતોમાં હોશેં હોંશે ભાગ લીધો.વિજેતા થયેલ વાલીશ્રીઓને શાળા સ્ટાફ તરફથી પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા.પ્રજાસતાક પર્વની ઉજવણીનો સમગ્ર ગામમાં ઉત્સાહવર્ધક માહોલ બની રહ્યોં.

આ પર્વની ઉજવણીમાં ગામના સરપંચશ્રી,પંચાયત સદસ્યો,ગામના આગેવાનો,વડીલો,સ્કુલ મેનેજમેન્ટ કમિટી,ભાઈઓ અને બહેનો ખૂબ બહોળી સંખ્યામાં બાળકોના ઉત્સાહને વધારવા માટે  ઉપસ્થિત રહ્યાં.

સંસ્કૃતિ અને સંસ્કારના સંવર્ધન માટે,ભારતના ભવિષ્યનિર્માતા એવા બાળકોમાં દેશપ્રેમ અને શિસ્તના ઘડતર માટે આયોજિત આ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય બની રહ્યો.આ સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારુ સંચાલન શાળાના શિક્ષિકાશ્રી સીમાબેન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી રજનીકાંત પૈજા, શિક્ષકશ્રીઓ પ્રિતેશભાઈ બાવરવા,ભરતભાઈ ડાંગર,કિરીટભાઈ સરડવા અને મનોજભાઈ ભટ્ટે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો.અંતે વાલી મિટિંગના આયોજન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્ણ કરવામાં આવી.