ઘુનડા:– આજે ઘુનડા (ખાનપર) પ્રાથમિક શાળામાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના ભૂતપૂર્વ આચાર્ય શિક્ષકો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, શાળા તરફથી તેઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવવામાં આવી હતી,
આ શતાબ્દી મહોત્સવ પ્રસંગે દાતાશ્રી દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ અને શાળાના શિક્ષક તરફથી પાણીની બોટલ બાળકોને ભેટ રૂપે આપવામાં આવી હતી, આ સુંદર પ્રસંગને દીપાવ વામાં ગ્રામજનો અને શાળાના બાળકો પુર્વ શિક્ષકો અને શાળાના શિક્ષકો દ્વારા ખૂબ જ સારી મહેનત કરવામાં આવી હતી,
કાર્યક્રમના અંતે બાળકો માટે બટુક ભોજન અને ગ્રામજનો અને મહેમાનોને માટે અલ્પાહાર ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.