Monday - Oct 05, 2026

મોરબીમાં રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રાના સફળ આયોજન બદલ તમામ લોકોનો આભાર માનતા સર્વે હિન્દુ સંગઠન

મોરબીમાં રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રાના સફળ આયોજન બદલ તમામ લોકોનો આભાર માનતા સર્વે હિન્દુ સંગઠન

મોરબીમાં રામ નવમી નિમિતે તમામ હિન્દૂ સંગઠનો દ્વારા ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ શોભાયાત્રાથી મોરબીમાં ભક્તિભાવનો માહોલ છવાયો હતો. આ ભવ્ય શોભાયાત્રામાં શહેરની તમામ ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાય હતી અને ભગવાન રામના જન્મોત્સવ નિમિતે નીકળેલી શોભાયાત્રાના આયોજનને સફળ બનાવ્યું હતું. તેમજ મીડિયાએ પત્રકાર ધર્મ નિભાવી આ શોભાયાત્રાનું અસરકારક કવરેજ કર્યું હતું.તથા મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસ તંત્ર, વીજ તંત્રના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ, સ્કૂલો, તમામ સમાજના અગ્રણીઓ તેમજ જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોનોએ સહયોગ પૂરો પાડ્યો હતો. જે બદલ તમામ હિન્દૂ સંગઠનોએ  આભાર માન્યો હતો.