Tuesday - Jul 14, 2026

હળવદમાં વાડીની ઓરડીમાં પોલીસ ત્રાટકી, જુગાર રમતા 10 ઝડપાયા

હળવદમાં વાડીની ઓરડીમાં પોલીસ ત્રાટકી, જુગાર રમતા 10 ઝડપાયા

હળવદ : હળવદમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 10 શખ્સોને ઝડપી લીધા છે. આ સાથે પોલીસે રૂ.1,03,300 ની રોકડ જપ્ત કરી પકડાયેલા તમામ શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે હળવદના ધરતીનગરમાં રહેતા જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમારની વાડીએ દરોડો પાડવામાં આવ્યો હતો. આ વાડીની ઓરડીમાં જુગાર રમી રહેલા વાડી માલિક જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર ઉપરાંત લગધીરસિંહ હનુભા ઝાલા, પ્રકાશભાઈ દિનેશભાઈ અદગામા, કાળુભાઈ રત્નાભાઇ કણઝરીયા, મહેશભાઈ ટીનાભાઇ થરેસા, અનિલભાઈ જયંતીભાઈ સનુરા, સુરેશભાઈ સિંધાભાઈ ભદ્રેશિયા, રાજુભાઈ સમરથભાઈ કાંકરેચા, જેસીંગભાઇ કરણાભાઈ ભુંભરીયા અને ઝાલાભાઇ હિન્દુભાઇ જાદવ સહિત કુલ 10 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓ હળવદના અલગ અલગ વિસ્તારોમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે રેઇડ દરમિયાન ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા 1,03,300 અને ગંજી પત્તાના પાના નંગ 52 મળીને કુલ 1,03,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તમામ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.