વીજલાઈન વળતર અંગેના નવા સરકારી પરિપત્રનો વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો હેતુ; રાજ્યભરના ખેડૂતો જોડાયા
મોરબી : વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર માટેના વળતરને લગતા રાજ્ય સરકારના નવા પરિપત્રના વિરોધમાં મંગળવારે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી ખેડૂતોની L જિલ્લાઓમાંથી આવેલા પ્રતિનિધિઓએ પદયાત્રામાં જોડાઈ સરકારના નવા પરિપત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ પદયાત્રા મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી, જ્યાં ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાની જાહેરાત કરવામાં આવી હતી.
ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્રમાં જમીનના બજારભાવ નક્કી કરવાની પ્રક્રિયા અને વીજલાઈનના રાઈટ ઓફ વે (RoW) વળતરની જોગવાઈઓ ખેડૂતોના હિતને અનુરૂપ નથી. ખેડૂતોની માંગ છે કે અન્ય કેટલાક રાજ્યોની જેમ ગુજરાતમાં પણ વીજ ટાવર અને વીજલાઈનથી અસરગ્રસ્ત જમીન માટે યોગ્ય અને ચાર ગણું વળતર ચૂકવવાની નીતિ અમલમાં મૂકવામાં આવે. આ મુદ્દે રાજ્યવ્યાપી લડતના આગામી તબક્કાની પણ તૈયારી ચાલી રહી હોવાનું આગેવાનોએ જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે જેતપર ગામેથી શરૂ થયેલા ખેડૂત આંદોલન બાદ અનિશ્ચિત ઉપવાસ સમેટી લેવામાં આવ્યા હતા, પરંતુ ખેડૂતો દ્વારા લડતનો ત્રીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે. ગામથી તાલુકા અને જિલ્લા સ્તર સુધી ખેડૂતોને સંગઠિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આથી આજે નીકળેલી પદયાત્રા આ જ લડત માટે મહત્વની હોય તેમાં માત્ર મોરબી જિલ્લાના જ નહીં રાજ્યભરના ખેડૂતોએ જોડાઈને સરકારના પરિપત્રનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને આ ખેંડુતોની જંગી પદયાત્રા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપશે