Tuesday - Jul 14, 2026

હડાળા ખાતે અષાઢી બીજ મહોત્સવ અને સાતમો પાટોત્સવ ઉજવાશે.

હડાળા ખાતે અષાઢી બીજ મહોત્સવ અને સાતમો પાટોત્સવ ઉજવાશે.

સાથે રામ રાજ્ય નાટક ભજવાશે.

મોરબી:તારીખ: ૧૬.૦૭.૨૦૨૬, ગુરુવારના મોરબી જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ ભાવેશભાઈ કાનાણીના વતન હડાળા ગામે આવેલા રામદેવપીર મંદિર (અલખધણી ધામ) ખાતે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય મહોત્સવ અને સાતમા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો યજ્ઞ પ્રારંભ: સવારે ૦૮:૦૦ કલાકે ,ધ્વજા રોહણ: સવારે ૧૦:૦૦ કલાકે,મહાપ્રસાદ: બપોરે ૧૧:૩૦ કલાકે,છપ્પન ભોગ અન્નકોટ દર્શન: બપોરે ૧૨:૦૦ કલાકે,મહાઆરતી: બપોરે ૧૨:૩૦ કલાકે, અને ‘રામ રાજ્ય’ નાટક: રાત્રે ૦૮:૩૦ કલાકે, ખારવા ગામના કલાકારો દ્વારા ભજવવામાં આવશે.

હડાળા ખાતે અષાઢી બીજ મહોત્સવ અને સાતમો પાટોત્સવ ઉજવાશે.

સનાતન ધર્મ રામામંડળ - હડાળાના પ્રમુખ ભાવેશભાઈ કાનાણી તથા મંડળના સભ્યો દ્વારા ધર્મપ્રેમી જનતાને દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે આપ આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો: મો. ૯૯૭૯૧ ૫૨૫૫૩