Tuesday - Jul 14, 2026

મોરબીમાં જુગારના બે દરોડામાં ત્રણ મહિલા સહિત નવ ઝડપાયા

મોરબીમાં જુગારના બે દરોડામાં ત્રણ મહિલા સહિત નવ ઝડપાયા

વાવડી ગામની સોસાયટી અને રેલવે સ્ટેશન વિસ્તારથી કાર્યવાહી; રોકડ સહિત જુગારનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધાયો

મોરબી : મોરબી શહેરમાં જાહેરમાં ચાલતા જુગારધામો સામે પોલીસે એક જ દિવસમાં બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી ત્રણ મહિલા સહિત કુલ નવ શખ્સોને ઝડપી પાડ્યા છે. બંને સ્થળેથી રોકડ રકમ અને જુગાર રમવા માટે વપરાતો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રથમ કાર્યવાહીમાં પોલીસે વાવડી ગામ નજીક આવેલી જેક્સ વિલા સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ત્રણ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ ઝડપાઈ આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને જુગાર રમવા માટેનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બીજી કાર્યવાહીમાં મોરબીના રેલવે સ્ટેશન નજીક જાહેરમાં ચલણી નોટના નંબરના આધારે જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. બંને કેસમાં કુલ નવ આરોપીઓ સામે જુગારધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જપ્ત કરાયેલા મુદ્દામાલનો કબજો લઈ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે તેમજ જાહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું છે.