Wednesday - Jul 15, 2026

જેતપર આંદોલનમાં હિટાચી સળગાવવાના કેસમાં નિલેશ એરવાડિયાને પોલીસ ફટકારી નોટિસ

જેતપર આંદોલનમાં હિટાચી સળગાવવાના કેસમાં નિલેશ એરવાડિયાને પોલીસ ફટકારી નોટિસ

મોરબી : મોરબીના જેતપર ગામની સીમમાં હિટાચી મશીનમાં તોડફોડ કરીને પેટ્રોલ છાંટી આગ ચાંપી દેવાના કેસની તપાસ દરમિયાન પોલીસે આગેવાન નિલેશ એરવાડિયાને નિવેદન માટે નોટિસ ફટકારી છે. જોકે, તેમણે તબિયત નાદુરસ્ત હોવાથી નોટિસમાં દર્શાવેલા સમયે હાજર રહી શક્યા ન હોવાનું જણાવ્યું છે. 
 

જેતપર આંદોલનમાં હિટાચી સળગાવવાના કેસમાં નિલેશ એરવાડિયાને પોલીસ ફટકારી નોટિસ

ગત 16 જૂને જેતપર ગામની સીમમાં અજાણ્યા પાંચ શખ્સોએ હિટાચી મશીનમાં તોડફોડ કરી તેને પેટ્રોલ છાંટી સળગાવી દીધું હતું. આ બનાવ અંગે બીજા દિવસે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અજાણ્યા પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જેતપર ખેડૂત આંદોલન દરમિયાનનો નિલેશ એરવાડિયાનો એક વીડિયો પોલીસના ધ્યાન પર આવ્યો હતો. વીડિયોમાં હિટાચી મશીન અને થાંભલાઓ અંગે કરાયેલા કથિત નિવેદનના આધારે તપાસના ભાગરૂપે તેમનું નિવેદન જરૂરી હોવાનું માની તેમને નોટિસ ફટકારી હતી. આથી નિલેશ એરવાડિયાએ આ મામલે જણાવ્યું છે કે આંદોલનને તોડવાનો અને તેમને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવો તેમણે એવો પણ દાવો કર્યો હતો