મોરબી જીલ્લામાં અને ઉપરવાસના ભારે વરસાદથી પાણીની આવકને કારણે ત જિલ્લાના તમામ એટલે દસે દસ જળાશયો ઓવરફલો થયા છે તો હજુ પણ આવક ચાલુ હોવાથી ડેમના દરવાજા સતત ખુલ્લા રાખવામાં આવ્યા છે. ત્યારે વકાનેરના મચ્છુ ૧ ડેમ – ઓવરફલો ૧.૮ ફૂટ,, મચ્છુ ૨ ડેમ – ૩ દરવાજા ૯ ફૂટ, ૧ ગેટ ૮ ફૂટ, મચ્છુ ૩ ડેમ – ૭ દરવાજા ૫ ફૂટ, ડેમી ૧ ડેમ – ઓવરફ્લો ૦.૬૯ ફૂટ, ડેમી ૨ ડેમ – ૩ દરવાજા ૩ ફૂટ, ડેમી ૩ ડેમ – ૪ દરવાજા ૫ ફૂટ, બ્રાહ્મણી ૧ ડેમ – ઓવરફ્લો ૧.૦૦ ફૂટ, બ્રાહ્મણી ૨ ડેમ – ૯ દરવાજા ૨.૫૦ ફૂટ, ઘોડાધ્રોઈ ડેમ – ૨ દરવાજા ૦.૩૦ મીટર બંગાવડી ડેમ – ઓવરફલો ૦.૩૫ મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે.