Saturday - Apr 18, 2026

માળીયામાં મચ્છુના પાણી ફરી વળતા રેલવે ટ્રેકનું ધોવાણ

માળીયામાં મચ્છુના પાણી ફરી વળતા રેલવે ટ્રેકનું ધોવાણ

મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ મહાકાય મચ્છુ ડેમ ભરાઈ જતા ગઈકાલે છોડવામાં આવેલા લાખો ક્યુસેક પાણીને કારણે મોરબી અને માળીયા મિયાણા તાલુકામાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે, ખાસ કરીને માળીયા મિયાણા રેલવે સ્ટેશન નજીક મચ્છુનાં પાણી ફરી વળતા ટ્રેન વ્યવહારને અસર પડી છે, બીજી તરફ રેલવે વિભાગે ચાલુ વરસાદે રેલવે ટ્રેકનું યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ શરૂ કર્યું છે.