નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં શિક્ષકોને ચેક આપી સન્માનિત કરાયા
મોરબી : ચાણક્યનું પ્રસિદ્ધ વાક્ય છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ. મેં પલતે હૈ, બાળકોને પાયાથી ઉચ્ચતરનું શિક્ષણ આપી દેશનું ભાવિ ઘડતા શિક્ષકોનું ક્યાંક ને ક્યાંક શોષણ થતું હોવાની ઘણીવાર વાત સામે આવે છે. જો કે ખાનગી શાળાઓ તેજસ્વી વિદ્યાર્થીઓને અલગ અલગ એવોર્ડ આપીને સન્માન કરે છે. પણ શિક્ષકોની અવહેલના થાય છે. ત્યારે મોરબીની એક શૈક્ષણિક સંસ્થાએ શિક્ષકોના શિક્ષણ કાર્યને તો બિરદાવ્યું એ પણ 5 લાખથી વધુ રકમ આપીને સન્માન કર્યું હતું.શિક્ષકોનું આવું મુઠી ઉંચેરું સન્માન કદાચ ભાગ્યે જ કોઈ શૈક્ષણિક સંસ્થાએ કર્યું હશે.
શિક્ષક એ સમાજના સાચા દિશાદર્શક હોય છે, અને તેવા શિક્ષકોને સન્માન આપવાની પરંપરા જો ક્યાંક જીવંત છે તો તે છે મોરબીનું નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન. તાજેતરમાં નવયુગ ગ્રુપ દ્વારા એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણ ક્ષેત્રે અદ્વિતીય યોગદાન આપનાર શિક્ષકોને ચેક આપીને ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જયારે મંચ પરથી એક પછી એક શિક્ષકોના નામ ઘોષિત થયા ત્યારે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. બોર્ડના પરિણામોમાં ઉત્તમ પ્રદર્શન કરનાર, પોતાના વિદ્યાર્થીઓને 100 માંથી 100 ગુણ અપાવનાર શિક્ષકો તથા જિલ્લાસ્તરે રેન્ક મેળવનારા વિદ્યાર્થીઓના માર્ગદર્શકોને વિશેષ માન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ રૂ. 5 લાખથી વધુ રકમના ચેક આપી શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે સમગ્ર મોરબી જિલ્લામાં શિક્ષક પ્રોત્સાહન માટેનું અદભૂત ઉદાહરણ બની રહ્યું છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન હંમેશા એવી સંસ્થા રહી છે જ્યાં શિક્ષક માત્ર કર્મચારી નથી, પરંતુ પરિવારનો ભાગ છે. અહીં શિક્ષકોને સમયની પાબંદીમાં દબાણ નથી, મોડા આવવાથી દંડ નથી, કોઈ આર્થિક દંડ કે પેનલ્ટી નથી, અને સૌથી અગત્યનું દરેક શિક્ષકને સન્માન અને પ્રોત્સાહન મળે છે.