Thursday - Jul 02, 2026

ટંકારા - ધ્રોલ હાઇવે ઉપર ભારે વાહનની પ્રવેશબંધી છતાં ટ્રક ચાલકે ઘુસી ગડરને તોડી નાખ્યું

ટંકારા - ધ્રોલ હાઇવે ઉપર ભારે વાહનની પ્રવેશબંધી છતાં ટ્રક ચાલકે ઘુસી ગડરને તોડી  નાખ્યું

ટંકારા : ટંકારા - ધ્રોલ હાઇવે ઉપર આજી નદી પરનો બ્રિજ જર્જરિત બની જતા અહીં ભારે વાહનોને પ્રવેશબંધી કરવામાં આવી હોવા છતાં હરિયાણાનો ટ્રક આ હાઇવે ઉપર ઘુસી ગયો હતો અને પુલમાં અવરોધ માટે રાખેલા ગેન્ટ્રી ગર્ડરને નુકશાન પહોંચાડતા પોલીસે સરકારી મિલકતને નુકશાન બદલ ગુન્હો નોંધ્યો હતો.

મોરબીના ટંકારથી ધ્રોલ જતા હાઇવે ઉપર આજી નદીનો પુલ જર્જરિત બની જતા હાલમાં પુલનું કામ ચાલી રહ્યું હોય બંગાવડી ગામના પાટિયા નજીક ભારે વાહનોને પ્રવેશબંધી માટે માર્ગ અને મકાન વિભાગે ગેન્ટ્રી ગર્ડર ફિટ કર્યા છે. દરમિયાન ગઈકાલે હરિયાણા પાસિંગના એચઆર - 46 - એફ - 3178 નંબરના ટ્રક ચાલક સમીમ મુસ્તાક ખાન ઉ.23 રહે.ભરતપુર રાજસ્થાન વાળાએ જાહેરનામાનો ભંગ કરી પોતાનો ટ્રક આ રોડ ઉપર ઘુસાડી માર્ગ અને મકાન વિભાગે ઉભા કરેલા ગેન્ટ્રી ગર્ડર સાથે અથડાવી 15 હજારનું નુકશાન પહોંચાડતા બનાવ અંગે માર્ગ મકાન વિભાગના અધિક મદદનીશ ઈજનેર રાહુલભાઈ રાજેશભાઇ લખતરિયાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.