Saturday - May 16, 2026

ટંકારાના યુવાનનું રાજકોટ-બાવળા હાઈવે પર અકસ્માતમાં મોત

ટંકારાના યુવાનનું રાજકોટ-બાવળા હાઈવે પર અકસ્માતમાં મોત

ટંકારા : રાજકોટ-બાવળા હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં ટંકારાના યુવકનું મોત થયું છે.

મળતી વિગતો પ્રમાણે રાજકોટ-બાવળા હાઈવે પર કેરાળા નજીક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ઉભેલા ડમ્પરની પાછળ કાર અચાનક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટંકારાના કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કારમાં આગ લાગી ગઈ હતી. મૃતક ટંકારાના સસ્તા અનાજની દુકાન ધરાવતા નંદલાલભાઈ નાગજીભાઈ પરમારનો 40 વર્ષીય પુત્ર શુભવંદન (લાલો) પરમાર હોવાની ઓળખ થઈ છે.