મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનું નેસડા ખાનપર ગામ 100 વર્ષ જૂનું છતાં આજેય પણ સિંચાઇના કોઈ ઠેકાણા નથી. એથી પણ વધુ ગંભીર બાબત એ છે કે ઘણા સમય પહેલા ખેડૂતોને સિંચાઇને સગવડ આપવા ડેમી-2 ડેમમાંથી પાણીની મંજૂરી મળી પણ ત્યાંથી આ ગામ સુધીનું કેનાલનું કામ હજુ શરૂ જ થયું ન હોવાથી ખેડૂતોને વરસાદ આધારિત ખેતીનો જ સાહરો લેવા પડે છે. જેમાં સારો વરસાદ પડ્યો હોય તો પાક લઈ શકાય બાકી કુવા અને બોરના સહારે પણ એકાદ જ પાક લઈ શકાય છે.
ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામના સરપંચ પંકજભાઈ વેલજીભાઈ ભાડજાએ જણાવ્યું હતું કે, ગામની 2700ની વસ્તી હજુ પણ ખેતી પર આધારિત છે. તેમાંય સિંચાઇની વ્યવસ્થા ન હોવા છતાં ગામલોકો બોર કુવા જેવી જાતે સુવિધા ઉભી કરીને જરૂર મુજબનો પાક મેળવે છે. ખેતી માટે ડેમી-2માંથી પાણી આપવું એવું સતાવાર નક્કી છતાં કામ શરૂ જ થયું નથી. ગામલોકો કહે છે કે, આ કેનલનું કામની જલ્દીથી રાહ જોઈ રહ્યા છીએ. જો કેનાલ મારફત ખેતી માટે પાણી મળશે તો અમારું ગામ લીલીછમ હરિયાળીથી સમૃદ્ધ થઈ જશે. આરોગ્ય સેન્ટર, પ્રાથમિકથી લઈ હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ,રસ્તા, ભૂગર્ભ ગટર,કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા છે. તેમજ આ ગામથી ચાંચાપર, મેઘપર ઝાલા ને જોડતા માર્ગ કાચા હોય તે પાક કરવાની માંગ છે ઉમિયાનગરને હાર્ટકેશ્વર મહાદેવવાળો રસ્તો એક કરોડના ખર્ચે મંજુર થઈ ગયો હોય પણ હજુ એ કામ પણ અંધરતાલ છે.જે વેહલા શરુ થાય તેવી પણ ગ્રામ લોકો ની માંગ છે