ટંકારાની મેઘપર ઝાલા પ્રા. શાળાએ ખેલ મહાકુંભમાં ભવ્ય પ્રદર્શન કરીને આ શાળાના વિદ્યાર્થી જિલ્લાકક્ષાએ 8 નંબર મેળવીને ગામનું નામ રોશન કર્યું છે.
મેઘપર ઝાલા પ્રા. શાળાએ 1 u14ની ખોખોની ગર્લ્સ ટીમ જિલ્લામાં ત્રીજો, U17 લાંબી કુદમા સિંગાડ સકમી જિલ્લામાં પ્રથમ
3.U17 400મીટર દોડમાં મા સિંગાડ સકમી જિલ્લામાં ત્રીજો, U17 200 મીટર દોડમાં પરમાર મિતલ જિલ્લામાં બીજો, U14 લાંબી કુદમા સિંગાડ પિન્કી જિલ્લામાં પ્રથમ, U14 400 મીટર દોડમા સિંગાડ પિન્કી જિલ્લામાં પ્રથમ, U14 600 મીટર દોડમા ડામોર ઈતન જિલ્લામાં ત્રીજો , U11 લોગ જમ્પમા સિંગાડ અંગુરી જિલ્લામાં ચોથો
પાંચ રમતમાં રાજ્ય કક્ષાએ રમવા જશે. આ શાળાના વિદ્યાર્થીઓએ તાલુકાકક્ષાએ ભવ્ય પ્રદર્શન કર્યું હતું, U14 ખોખો ભાઈએઓ,ખોખો બહેનો અને કબડ્ડી રમતાં ત્રણ ટીમોએ ભાગ લીધો.જેમા ખોખો બહેનોની ટીમ પ્રથમ નંબર U11, 14,17 એથ્લેન્ટીક રમતમાં 15 ખેલાડીઓ ભાગ લીધો હતો જેમાં 1 થી 3 નંબરમાં 10 ખેલાડીઓ આવ્યા હતાં. નાની સરકારી શાળામાંથી 40 ખેલાડીઓ તાલુકા ભાગ લઈને 20 ખેલાડીઓ જિલ્લામાં પોતાનું કૌશલ્ય બતાવ્યું. શાળા કોચ મનસુખભાઈ ખટાણાએ ખેલાડીઓને તૈયાર કરી અને વિદ્યાર્થીઓની મહેનતથી શાળા સિધ્ધિમાં વધારો કર્યો છે. શાળા આચાર્ય રોહિતભાઈ ચિકાણી અને શાળાના શિક્ષકો અને મેઘપર ઝાલાના ગ્રામજનો ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.