આગામી લોકસભાની સામાન્ય ચુંટણીમાં મતદાતાઓ વધુને વધુ મતદાન કરવા જાય અને પોતાના કિંમતી મતનો ઉપયોગ કરે,વધુ ને વધુ મતદાન થાય એ મજબૂત લોકશાહી માટે આવશ્યક છે.એ માટે મોરબીની
અત્રેની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા અને SVEEP સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન અંતર્ગત મતદાતા જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
મોરબી જિલ્લાના સ્વીપના નોડલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા, કેનિ શિક્ષણ અશોકભાઈ વડાલિયા,પી.વી.રાઠોડ પૂર્વ શિક્ષણ નિરીક્ષક,રજનીકાંત ચીકાણી વગેરેની ઉપસ્થિતમાં શાળાના શિક્ષકોએ શાળાના પટાંગણમાં વોટ ફોર બેટર ઇન્ડિયા, વોટ મારો અધિકાર, આઓ મતદાન કરે,લોકતંત્રનો આધાર વોટ ના જાય બેકાર વગેરે રંગોળીઓ બનાવી હતી.તેમજ આપણા ગુજરાતમાં લોકોનું રાજ છે,આપણાં ગુજરાતમાં મતદારોનું રાજ છે મત આપીને રાજી કરીએ ઓ વાલા..હાલોને મતદાન કરવા જેવા ગીતો ગાયા હતા.તેમજ મતદાતાઓની જાગૃતિ માટેના સૂત્રો જેવા કે મત આપીએ અને અપાવીએ,ચાલો કરીએ મતદાન દેશને બનાવીએ મહાન,યુવાન હોય કે યુવતી મતદાનની તક ન કરો જતી, દેશના વિકાસ માટે મતદાન,મતદારના મતનું રાખો ગુમાન,મતદાન કરવું આપણી ફરજ,ચૂકવીએ લોકશાહીનું કરજ વગેરે સ્લોગન બનાવ્યા હતા.