Saturday - May 18, 2024

નવલખીથી કોલસો ભરીને બિલ મુજબ સાદુળકાને બદલે ભડિયાદમાં ઠાલવતા પોલીસની કાર્યવાહી

નવલખીથી કોલસો ભરીને બિલ મુજબ સાદુળકાને બદલે ભડિયાદમાં ઠાલવતા પોલીસની કાર્યવાહી

 મોરબીમાં નવલખીથી ટ્રકમાં કોલસો ભરીને બિલ મુજબ સાદુંળકા ગામને બદલે બરોબર એટલે બીજી જગ્યા ભડિયાદ ગામ પાસે ગેરકાયદે ઠલવાતો હોવાની બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી. મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં કમલ કારખાના પાછળ આવેલ કોલસાના ડેલામાં ઇન્ડોનેશીયન કોલસાની ચોરી કરવાના કૌભાંડને તાલુકા પોલીસે ઝડપી લીધું હતું. હાલના તબક્કે કોલસો ચોરી કેસમાં બેની સંડોવણી ખુલતા આ બે શખ્સની ધરપકડ કરી જ્યારે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ફરાર હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં કમલ કારખાના પાછળ કોલસાના ડેલામાં ઇન્ડોનેશીયન કોલસાની ગેરકાયદે ચોરી થતી હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમ તે સ્થળે ત્રાટકી હતી. પોલીસના દરોડા દરમિયાન આ સ્થળે એક ટ્રકનો ચાલક તથા એક લોડરનો ડ્રાઇવર વાહનમાં રહેલા કોલસો ટ્રકમાંથી નીચે ઉતારતા હોય તેની પુછપરછમાં ટ્રક તથા ડેલાના સંચાલકના કહેવાથી ટ્રકમાંથી કોલસાની ચોરી કરતા અને તેની પાસેથી કોલસા બાબતે આધાર પુરાવા ચેક કરતા ટ્રક ચાલકે દર્શાવેલા એક બીલમાં નવલખીથી કોલસો ભરીને નવા સાદુળકા ખાલી કરવાનો હોય પણ આ ભેજાબાજોએ એકબીજાની મિલીભગતથી મોટો દલ્લો મેળવવા ભડિયાદ ખાતે ટ્રકમાંથી આ રીતે કોલસો ખાલી કરી કૌભાંડ કરતા હોવાનું ખુલતા હાલ આરોપીઓ ટ્રક ચાલક જીવરાજભાઇ વિઠ્ઠલભાઈ સાથલીયા અને લોડર ચાલક રાકેશ સાવરા વસુનીયાને રૂ ૨૩,૦૫,૪૯૯ના કુલ મુદ્દામાલ સાથે પકડી ડેલાના સંચાલક નવઘણભાઇ જશાભાઇને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.