Saturday - Apr 25, 2026

ટંકારાના હડમતીયા ગામે જૂનો અદાવતનો ખાર રાખી કારના કાચ તોડી યુવાનને પતાવી દેવાની ધમકી

ટંકારાના હડમતીયા ગામે જૂનો અદાવતનો ખાર રાખી કારના કાચ તોડી યુવાનને પતાવી દેવાની ધમકી

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે મિત્રના લગ્નમાં ગયેલા યુવક સાથે જુના ઝઘડાનો ખાર રાખી બે શખ્સોએ મોરબીના યુવકની સ્કોર્પિયો કારમાં તોડફોડ કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબી રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ લાયન્સનગરમાં રહેતા સાગર નરેન્દ્રભાઈ ચાવડા ઉ.વ.28 નામના યુવકે ટંકારા પોલીસ મથકમાં આરોપી પારસ ઉર્ફે સુલતાન વાઘેલા અને આરોપી વી.એમ.દાફડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.21ના રોજ ફરિયાદી હડમતીયા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે બન્ને આરોપીઓએ જુના ઝઘડાનો ખાર રાખી ફરીયાદીની સ્કોર્પિયો કાર નંબર જીજે - 36 - એપી - 5557મા લાકડાના ધોકા વડે આગળ પાછળના કાચ તોડી નાખી 30 હજાર રૂપિયાની નુકશાની કરવાની સાથે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.