Saturday - Aug 15, 2026

ટંકારામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો, મોરબીમાં વરસાદ શરૂ

ટંકારામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો, મોરબીમાં વરસાદ શરૂ

મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ મેઘરાજાએ નવી ઇનિંગ શરૂ કરી છે. આજે સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે ટંકારામાં ધોધમાર વરસાદ પડયો હતો અને સવારના 10 વાગ્યા સુધીમાં ટંકારામાં આજે વધુ દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હોવાના અહેવાલ મળ્યા છે. પણ મોરબી અને અન્યત્ર ઝાપટા પડ્યા છે. પણ હવે મોરબીમાં આજે સવારે 11 વાગ્યા કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો છે.