Wednesday - May 06, 2026

150 જેટલા દબાણકારોને ધડાધડ નોટિસો આપતી ટંકારા નગરપાલિકા

150 જેટલા દબાણકારોને ધડાધડ નોટિસો આપતી ટંકારા નગરપાલિકા

ટંકારા : ટંકારા નગરપાલિકા કાર્યરત થયા બાદ રોડ રસ્તા સફાઈ પાણી સહિતની સુવિધા માટે કમર કસી છે. તેવામાં રાજ્ય સરકારે દબાણકારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની સુચનાને પગલે ટંકારા નગરપાલિકા એક્શન મોડમા આવી પાલિકા હદમાં 150 જેટલા દબાણને જાતે દુર કરવા બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ટંકારા ચિફ ઓફિસર ગિરીશ સરૈયા અને પાલિકા સ્ટાફ ટંકારા પોલીસ ઈન્સ્પેક્ટર કે એમ છાસિયા અને સ્ટાફ દ્વારા ફિલ્ડ ઉપર ઉતરી મોડી સાંજ સુધી 150 જેટલા દબાણને દુર કરવા નોટિસો આપી છે. જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા 2 લોકોની નોન-વેજની દુકાન જે ખિજડીયા ચોકડી અને લતીપર ચોકડીએ આવેલ છે તેને પણ બે દિવસમાં હટાવવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.