Wednesday - Jul 01, 2026

મોરબી જિલ્લામાં જમીન સંપાદન અને સર્વેક્ષણ માટે તાલુકા કક્ષાએ કચેરીઓ શરૂ

મોરબી જિલ્લામાં જમીન સંપાદન અને સર્વેક્ષણ માટે તાલુકા કક્ષાએ કચેરીઓ શરૂ

જમીન દફતર ખાતાનું વિકેન્દ્રીકરણ કરાયું, દરેક તાલુકામાં કચેરી શરૂ થતાં હવે જમીન સંપાદન અને સર્વેક્ષણ માટે જિલ્લા મથકે ધક્કામાંથી મુક્તિ

મોરબી : મોરબી જિલ્લામાં પણ આજના હાઈટેક યુગમાં લોકોને વહીવટી એટલે જાહેર ક્ષેત્ર સરકારી સુવિધાઓ લોકોને ઝડપથી અને સરળતાથી પ્રાપ્ત થાય તે માટે જિલ્લા કક્ષાના જમીન દફતર ખાતાનું તાલુકા કક્ષામાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા કક્ષાએ રહેલા જમીન દફતર ખાતાનું વિકેન્દ્રીકરણ કરી પાંચેય તાલુકામાં આ જમીન દફતર કચેરીઓ શરૂ કરવામાં આવી છે. આથી અગાઉ જિલ્લા કક્ષાએ થતી જિલ્લા નિરીક્ષક જમીન દફતર વર્ગ-2 ની કામગીરી હવે સ્થાનિક સ્તરે જ થનાર હોવાથી લોકોને જિલ્લા કક્ષાએ ધક્કામાંથી મુક્તિ મળશે.

તાલુકાઓની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખી સ્થાનિક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા માટે મોરબી જિલ્લામાં નવી 6 તાલુકા કક્ષાની 'જમીન દફતર નિરીક્ષક' વર્ગ-2 ની કચેરીઓ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ વ્યવસ્થાથી અરજદારોને જિલ્લા મથકે ધક્કા ખાવા નહીં પડે અને ઘરઆંગણે જ ત્વરિત સેવા મળશે.

જમીન દફતર નિરીક્ષક, મોરબી (શહેર): સીટી સર્વે કચેરી, તાલુકા સેવા સદન, લાલબાગ, રૂમ નં. 142 થી 145, મોરબી-2, જમીન દફતર નિરીક્ષક, મોરબી (ગ્રામ્ય) ડી.આઈ.એલ.આર. કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં. 202 થી 209, કલેક્ટર કચેરી, સો-ઓરડી વિસ્તાર, મોરબી-2, જમીન દફતર નિરીક્ષક, ટંકારા ગ્રામ પંચાયત કચેરી (મંત્રી ક્વાર્ટર વાળુ મકાન), શાક માર્કેટ પાસે, રાજબાઈ ચોક, ટંકારા, જમીન દફતર નિરીક્ષક, વાંકાનેર: સીટી સર્વે કચેરી-વાંકાનેર તથા સબ ટ્રેઝરી વાંકાનેર, દાણાપીઠ ચોક, જૂની જેલ, વાંકાનેર, જમીન દફતર નિરીક્ષક, હળવદ: જૂની સરકારી હોસ્પિટલ, આંબેડકર સર્કલ પાસે, હળવદ, જમીન દફતર નિરીક્ષક, માળિયા (મી.) પશુ દવાખાનું, માળીયા (મી.) નો પરિસરમાં કચેરી શરૂ કરાઇ છે. મોરબી જિલ્લાના તમામ જમીનધારકો, ખેડૂતો અને જાહેર જનતાને જમીન દફતરને લગતી કામગીરી માટે પોતાના સંબંધિત તાલુકાની આ નવી કચેરીઓનો જ સંપર્ક સાધવા મોરબીના સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડ્ઝ મયુર કરમટાએ જણાવ્યું છે.