ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજે ટંકારામાં આર્યસમાજ આયોજિત મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦મા જન્મોત્સવ ઊજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે ટંકારા ખાતેના હેલિપેડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ આર્યસમાજ મુખ્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ૨૦૦મા જન્મોત્સવ – જ્ઞાન જ્યોતિ પર્વ – સ્મરણોત્સવની ઉજવણીમાં ભાગ લેવા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ટંકારા પધાર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમારોહ સ્થળ-કરસનજીના આંગણા ખાતે નિર્મિત યજ્ઞશાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં આહુતિ અર્પણ કરી સમસ્ત જીવોનું કલ્યાણ થાય તેવી મંગલકામના વ્યક્ત કરી હતી. આ મંગળ અવસરે કન્યા ગુરુકુલ, વારાણસીના પ્રાધ્યાપકો તથા છાત્રાઓએ મહાનુભાવોએ વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા. રાષ્ટ્રપતિ આ કાર્યક્રમમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્મારક જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ કર્યો હતો
ટંકારા પધારેલા રાષ્ટ્રપતિજીએ જણાવ્યું હતું કે, ટંકારામાં દયાનંદ સરસ્વતીની જન્મભૂમીની મુલાકાત લેવી તે તેમના માટે સૌભાગ્યની વાત છે સ્વામીજીનુ પાવન સ્મૃતિમાં તેમના જન્મસ્થાનને રાષ્ટ્રપતિએ વંદન કર્યા હતા અને આ મહોત્સવને એતિહાસિક અવસર સમાન ગણાવ્યો હતો ભારત ભૂમિમાં સ્વામી દયાનંદ સરસ્વતી જેવી અનેક વિભૂતિઓએ જન્મ લીધો છે અને આર્ય સમાજની સંસ્થાઓ માનવતાના વિકાસ માટે સતત કાર્યરત છે સ્વામીજીના વિચારોનો પ્રભાવ લોકમાન્ય તિલક, લાલ લજપતરાય જેવા મહાન ક્રાંતિકારીઓ ઉપર પણ જોવા મળ્યો હતો
આર્ય સમાજના અનુયાયીઓએ નવી ચેતનાનો સંચાર કર્યો છે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ સમાજ સુધારણાનું બીડું ઝડપ્યું હતું સત્યાર્થ પ્રકાશ નામે અમર ગ્રંથ તેઓએ લખ્યો હતો તો સાથે જ ગાંધીજીને પણ યાદ કર્યા હતા સ્વામી દયાનંદ સરસ્વતીજી બાલ વિવાહ, બહુ વિવાહ સામે લડતા રહ્યા હતા તો નારી સ્વાભિમાન માટે તેઓએ સતત પ્રયત્ન કર્યા હતા આજે પણ આર્ય સમાજ મહિલા સશક્તિકરણ માટે યોગદાન આપી રહ્યું છે તો સાથે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સતત કાર્યરત છે ત્યારે તેમના કાર્યોને બિરદાવ્યા હતા રાષ્ટ્રપતિએ રાજ્યપાલના પ્રાકૃતિક ખેતી માટેના યોગદાનને બિરદાવી ક્લાઈમેટ ચેન્જ સામેની લડતમાં પ્રાકૃતિક ખેતી ખુબ ઉપયોગી સાબિત થશે જેથી આચાર્ય દેવવ્રતજીના પ્રયાસોની સરાહના કરી હતી