વેલેન્ટાઇન ડેની હવે એકદમ પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર જ ઉજવણી કરાતી હોય પણ તેમાં અનોખી ભાત પાડી મોરબીના ક્રાંતિકારી વિચારધારાથી પ્રેરિત થઈ છેલ્લા છ વર્ષથી વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરીને બીજાનું ભલું કરો તો તમારું ભલું આપોઆપ થઈ જશે એવી શુભ ભાવનાનો મેસેજ જનજન સુધી પહોંચડતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વખતે પણ પ્રેમના પર્વ વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે ગરીબ બાળકોના અત્યંત વૈભવી કારમાં બેસાડીને શહેરભરની રોમાંચક સફર કરાવી પરમ આનંદની અનુભૂતિ કરાવી આ ગરીબ બાળકોને વૈભવી હોટલમાં ભાવતા ભોજનીયા કરાવવાની સાથે બીજાની ખુશીમાં જ આપણી ખુશી હોવાના ભારતીય સંસ્કૃતિનું મૂળ ભાવાર્થને ખરાઅર્થમાં ચરિતાર્થ કરશે.
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વખતે સતત છઠા વર્ષે વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે અનોખી ઉજવણી કરવામાં આવશે. જેમાં ખાસ કરીને નાના નાના વાહનોમાં જ અત્યાર સુધી મુસાફરી કરી હોય એવા ગરીબ બાળકોને વૈભવી કારમાં બેસીને મોજ માણવાનું જીવનનું મહત્વનું સ્વપ્ન હોય અને આવા બાળકો કદી જ મોંઘી કારમાં બેસીને આનંદ માણ્યો ન હોય જેથી એ ગરીબ બાળકોના સ્વપ્નને સાકાર કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરી ગરીબ બાળકોને સાચી રીતે વ્હાલ કરીને તેમને અનોખો આનંદ આપવા માટે જોય રાઈડ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અદભુત જોય રાઈડ્સ શહેરના શનાળા રોડ સ્કાઇ મોલ પાસેના ગ્રાઉન્ડ ખાતેથી આશરે 200 જેટલા ગરીબ બાળકોને વૈભવી કારમાં બેસાડી આ સમગ્ર કાફલાને પ્રસ્થાન કરાવી નવા બસ સ્ટેન્ડ, રામચોક, વનવે ના રોડ તખ્તસિંહજી રોડ પર મયુર પુલ અને મહારાણા પ્રતાપ સર્કલથી આટો મારી રિટર્ન પુલ, ગેસ્ટ હાઉસ રોડ, નગર દરવાજા ચોક, શાક માર્કેટ, શનાળા રોડ, બસ સ્ટેન્ડ, નરસંગ ટેકરી, રવાપર ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ થઈ પરત સ્કાય મોલ સુધી વૈભવી કારમાં ઉભા ઉભા જ બાળકો ચાર બગડી વાડી કારનું ગીત ગાયને કિલકારીઓ સાથે શહેરની અદભુત રીતે સાહેલગાહ કરીને પરમ આનંદની અનુભૂતિ કરશે. જો કે ગરીબ બાળકોનું ચાર ચાર બંગડી વાડી ગાડીમાં બેસીને ફરવાની મોજ માણવાનું સ્વપ્ન સાકાર થતા આ બાળકોમાં ખુશીની કોઈ સીમા રહી નહિ રહે.બાદમાં આ તમામ બાળકોને મોંઘી હોટલમાં મનગમતા ભાવતા ભોજનીયા કરાવશે.
જ્યોત સે જ્યોત જલા કે ચલો...
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, શહીદ ભગતસિંહ આમરા સમગ્ર ગ્રુપના આદર્શ હોય એમણે દેશની આઝાદી માટે જે બલિદાન આપ્યું એવું બલિદાન ન કરી શકીએ પણ બધા જ ભેદભાવ ભૂલી માત્ર માનવ ધર્મને તો ઉજાગર કરી શકીએ છીએ. આ જ દિશામાં અમારું ગ્રુપ કામ કરે છે. આજે આઝાદીના આટલા વર્ષો અને દેશ મહાસતા બનવા જઈ રહ્યું હોય છતાં પણ જ્ઞાતિવાદ, કોમવાદ, ભ્રષ્ટાચાર સહિતના અનેક દુર્ગુણોમાં દરેક માનવી એવો ફસાયો છે કે મૂળ માનવ ધર્મ ભૂલી ગયો હોવાથી અમારું ગ્રુપ વર્ષોથી ગરીબ બાળકો સાથે દરેક તહેવારોની ઉજવણી, સભ્યોના જન્મદિવસની પણ બીજને ખુશી આપી પોતે ખુશી અનુભવી, શહીદ દીન, આઝાદી પર્વ, પ્રજાસત્તાક પર્વ અનોખી ઉજવણી કરી, જ્ઞાતિ જાતિ કે કોમવાદના ભેદભાવ વગર નવરાત્રી મહોત્સવ, જન્માષ્ટમીના મેળાનું આયોજન ઉપરાંત ગરીબ બાળકોને ભણવા મદદરૂપ થઇ તેમજ કુદરતી કે કૃત્રિમ આફતો વખતે પીડિતોને શક્ય એટલી મદદ કરી દેશના બંધારણમાં રહેલા ધર્મ નીરપેક્ષને ઉજાગર કરીએ છીએ.