મોરબી જિલ્લાના ટંકારામાં હાલ વિશ્વ વિભૂતિ મહર્ષિ દયાનંદ સરસ્વતીનો 200મો જન્મોત્સવની ન ભૂતો ન ભવિષ્યતિની જેમ ઐતિહાસિક રીતે ઉજવણી થઈ રહી છે. આ દિવ્ય જન્મોત્સવના કાર્યક્રમમાં આજે મહામહિમા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ટંકારામાં પહોંચીને સ્વામીજીના જન્મોત્સવ માટેના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા છે.
સમગ્ર દેશને શાસ્ત્રો, વેદો અને ઉપનિષદનું સાચું જ્ઞાન આપી વર્ષોથી ચાલી આવતા માનવ ધર્મ માટે ખોખલા કુરિવાજો અને કુનીતિઓ સામે ઝુંબેશ ચલાવીને આવા સમગ્ર માનવ જાતના વિકાસ માટે અવરોધરૂપ તમામ કુંવરીવાજો નાબૂદ કરીને મૂળ માનવ ધર્મથી જ ભારત મહાન હોવાના ભગીરથ પ્રયાસો કરનાર વિશ્વ વિભૂતિ સ્વામી દયાનંદ સરસ્વતી મૂળ મોરબી જિલ્લાના ટંકારાના વતની હોય અને ટંકારા તેમની જન્મભૂમિ હોવાથી આ વિશ્વ વિભૂતિનો 200મો જન્મોત્સવ ટંકારામાં ભવ્ય રીતે ઉજવાય રહ્યો છે. સ્વામીજીના જીવન કવન અને એમણે સ્વસ્થ ભારતના નિર્માણ માટે કરેલા યોગદાનને અનુલક્ષી તેમજ મૂળ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અનેકવિધ કાર્યક્રમો યોજાયા હોય જેમાં મોટી સંખ્યામાં ઋષિઓ તેમજ દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા છે. આજે ટંકારા ખાતે આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ પધાર્યા છે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા છે. ટંકારા ખાતે ચાલી રહેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી ની 200 મી જન્મ જયંતિ મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રપતિ ટંકારા પહોંચીને કાર્યક્રમ સ્થળોની મુલાકાત લીધી હતી. જ્યારે ટંકારા નજીક સ્વામી દયાનંદ સરસ્વતીના સ્મારક બની રહ્યું છે. રાષ્ટ્રપતિનું રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત અને ભવ્ય રીતે આદર સત્કાર કરવામાં આવ્યો છે. હાલ સભા સ્થળે રાષ્ટ્રપતિ પહોંચીને સંબોધન કરશે અનેરાષ્ટ્રપતિ જે રાજ્યના વતની હોય એ રાજ્ય એટલે ઓરુસ્સાના એક આદિવાસી ગ્રુપ આ કાર્યક્રમમાં આવીને પરંપરાગત આદિવાસી ડાકુલી નૃત્ય રજૂ કરશે.