Wednesday - Apr 22, 2026

મોરબીમાં પરણિત છતાં સંતાનો અને પતિ સાથે દ્રોહ કરી પ્રેમાંધ પરણિત યુગલના પ્રેમના કરુણ અંતની બીજી ઘટના

મોરબીમાં પરણિત છતાં સંતાનો અને પતિ સાથે દ્રોહ કરી પ્રેમાંધ પરણિત યુગલના પ્રેમના કરુણ અંતની બીજી ઘટના

મોરબીમાં લગ્નેતર સંબધો એટલે યુવક કે યુવતીઓના અગાઉ લગ્ન થઈ ગયા હોય પતિ તેમજ સંતાનો હોવા છતાં વાંસનાની આગ બુઝાતી ન હોય એને પ્રેમનું રૂપાળું નામ આપી પવિત્ર પ્રેમને કલંકિત કરી સંતાનો અને પતિ સાથે દગો કરીને ભાગી જનાર પરણિત પ્રેમી યુગલે સજોડે જીવતર ટૂંકાવી લેવાની એક જ અઠવાડિયામાં બીજી ઘટના બહાર આવતા આવા લગ્નેતર સંબધોથી લગ્નના પવિત્ર બાંધનનું સામાજિક માળખું હલબલી ગયું છે. એક અઠવાડિયા પહેલા જામનગરના પરણિત પ્રેમી યુગલ તેમજ યુવકના પિતાએ કેનાલમાં કુદી પડતા પિતા-પુત્રના મોત પછી ગઈકાલે પરણિત પ્રેમી યુગલ ઝેરના પારખાં કરી અગ્નિસ્નાન કરી લેતા પરણિત પ્રેમિકાનું કરુણ મોત અને યુવક ગંભીર હોવાથી આઘાતજનક ઘટનાએ સમાજને ચિંતિત કરી દીધો છે.

એક અઠવાડિયા પહેલા જામનગરનું એક પરણિત પ્રેમી યુગલ ત્યાંથી પત્ની કે પતિ, સંતાનો અને પરિવારજનોને શરમજનક સ્થિતિમાં મૂકી વાસનામાં અંધ બનીને ભાગીને મોરબીના લખધીરપુર નજીક આવી કારખાનામાં રહી મજૂરી કામ કરતા હોય એ બાબતની યુવકના પરિવારજનોને જાણ થતાં એ પરિવાર મોરબી આવી આ યુગલને સમજાવીને પરત લઈ જવાની કોશિશ કરતા પરણિત પ્રેમી યુગલે બાજુની કેનાલમાં પડતું મુકતા યુવકને બચાવવા તેના પિતા પણ કુદી પડતા બન્ને પિતા-પુત્રના મોત થયા હતા. જ્યારે ગઈકાલે આવી આઘાતજનક ઘટનાનું પુનરાવર્તન થયું હતું. જેમાં મોરબીના ભડીયાદ વિસ્તારમાં રહેતા ત્રણ સંતાનના પિતા પ્રેમી યુવાન અને એક સંતાનની માતા પરિણીત પ્રેમિકાએ પ્રેમમાં અંધ બનીને સમાજ એક થવા નહિ દે તેવી બદનામીના ડરે સજોડે જીવતર ટુકવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આ પરણિત પ્રેમી યુગલે એક સાથે ઝેરી દવા ગટગટાવી લઈ બાદમાં પેટ્રોલ છાંટી સળગી જતા પરિણીત પ્રેમિકાનું મોત નીપજ્યું હતું જયારે પ્રેમી યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડવામા આવ્યો છે. લગ્ન એ પવિત્ર બંધન છે. અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા ફરી દંપતી સુખ હોય કે દુઃખ જીવનના દરેક મોરચે લડીને આ એક જ નહીં સાત જન્મોના બંધન માટે કસમો ખાઈને ઘરસંસાર શરૂ કરે અને બાળકો પણ થઈ ગયા હોય ત્યારે સામેના પાત્ર પતિ કે પત્ની સાથે પ્રેમ ઔપચારિક બની જતો હોય અને એ દરમિયાન બીજા કોઈ પાત્રની ભેટ થાય તો એના આકર્ષથી અંજાઈ પોતાની અધૂરી ઈચ્છા પૂરી કરવા પ્રેમમાં એટલા અંધ બની જાય છે કે, તેમનો ઘરસંસાર બોજા રૂપ લાગે અને તરતજ વાસના રૂપી આ પ્રેમમાં અંધ બનીને પરણિત પ્રેમી યુગલ ઘરબાર તરછોડીને નીકળી પડે પણ આ સંબંધ વાસ્તવમાં સમાજ માટે આ સ્વીકાર્ય હોવાનું લાગતા બેનને જીવનનો અંત અણતાં પણ અચકાતા નથી. જો કે સમાજ માટે આવા કલંકિત સંબધોનો હમેશા કરુણ અંત આવતો હોય અને આવા બનાવો પોલીસ કે સમાજ અટકાવી શકે એમ ન હોય ત્યારે જુવાનીના છોડને અનુભવના ફૂલ મોડા આવે એમ દરેક લગ્નતેર સબધો બાંધનાર યુવક કે યુવતીઓ હમેશા પોતાની કે પરિવાર અને સમાજની મર્યાદા ન લોપાઈ જાય એનું ગંભીરતાથી વિચારવું જોઈએ, કારણ કે તેમના એ એક વિચારી પગલાંથી અનેક લોકો બરબાદ થઈ જતા હોવાથી દરેકમાં સમજણની પરિપક્વતા જ આવા બનાવો રોકી શકશે. એમાં બે મત નથી.