Saturday - Jun 27, 2026

કાવ્ય રચનાની સ્પર્ધામાં મોરબીની પ્રિયાંશી પ્રથમ ક્રમે વિજેતા

કાવ્ય રચનાની સ્પર્ધામાં મોરબીની પ્રિયાંશી પ્રથમ ક્રમે વિજેતા

તાજેતરમાં જ 500 વર્ષના લાંબા સંઘર્ષને અંતે રામ જન્મ ભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રીરામલલ્લા બિરાજમાન થવાના ઐતિહાસિક પ્રસંગને લઈને ભારતીય જનતા પાર્ટી સાંસ્કૃતિક સેલ દ્વારા સબકે રામ ઓન ઇન્ટ્રાગ્રામ એક સપ્તરંગી કલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સપ્તરંગી કલા સ્પર્ધા અંતર્ગત 10થી 15 વય જૂથ માટે કાવ્ય રચના સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં ભણતી 10 વર્ષની પ્રિયાંશી જતીનભાઈ મહેતાએ ઉત્સાહભેર ભાગ લઈને આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી સ્કૂલ, પરિવાર અને મોરબીનું નામ રોશન કર્યું છે.