Wednesday - Apr 22, 2026

સારું મકાન અને સંતાનોને ભણાવી સ્વનિર્ભર બનાવાના મહિલાના યોગદાનને પીએમ મોદીએ બિરદાવ્યું

સારું મકાન અને સંતાનોને ભણાવી સ્વનિર્ભર બનાવાના મહિલાના યોગદાનને પીએમ મોદીએ બિરદાવ્યું

મોરબી તાલુકાના માળિયા તાલુકાના કુલ 179 ઘરવિહોણા લોકોને આજે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ઘર બનાવવા માટે સહાય અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઓનલાઈન રીતે જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટંકારાના લાભાર્થી મહિલા સાથે ગોષ્ઠી કરી તેમના ઘર બનાવવા અને સંતાનોના જીવન સવારનાર મહિલાના યોગદાને બિરદાવ્યુ હતું.

મોરબી માર્કેટ યાર્ડ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત આવાસ સહાય આપવાના કાર્યક્રમમાં ઓનલાઈન રીતે જકડાયેલા પીએમ મોદીએ ટંકારાના નાના ખીજડિયા ગામે રહેતા ગીતાબેન ચૌહાન સાથે વિડીયો કોલમ વાત કરી એમને સરકારની વિવિધ યોજનોનો લાભ મળ્યો કે નહીં તે સહિતની પૂછપરછ કરતા ગીતાબેને પ્રથમ તો પીએમ સાથે વાત કરીને ભારે ખુશી સાથે પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી અને સરકારી સહાયથી સારું મકાન બનાવ્યું  તેમજ પોતે પણ હજુ ઇમિટેશનનું કામ કરતા હોય તેમના બે ત્રણ દીકરીઓમાં એક દીકરી ડેન્ટલ એટલે દાતના ડોકટરનો અભ્યાસ કરતી હોય અને બીજી દીકરી કોલેજ કરતી અને ત્રીજી દીકરી ઘડિયાળના કારખાનામાં નોકરી તેમજ એક દીકરો સારું શિક્ષણ મેળવી હાલ શિક્ષક બની ગયો હોય અને સારું મકાન તેમજ સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવામાં વડાપ્રધાન મોદીની વિવિધ યોજના ભારે લાભકારી બની હોવાનું જણાવતા પીએમ મોદીએ પણ એ મહિલાન જીવન સંઘર્ષને બિરદાવ્યું હતું.

સારું મકાન અને સંતાનોને ભણાવી સ્વનિર્ભર બનાવાના મહિલાના યોગદાનને પીએમ મોદીએ બિરદાવ્યું

આવાસ યોજના પેટે પ્રતિ લાભાર્થીને રૂપિયા 1.20 લાખ આપવામાં આવે છે તેમજ મનરેગામાંથી મજૂરીના રૂપિયા 23,040 આપવામાં આવતી હોય આ ઉપરાંત શૌચાલયના બાંધકામ માટે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત રૂ.12,000ની સહાય અને રાજ્ય સરકાર દ્વારા પ્રથમ હપ્તો મળ્યાની તારીખથી છ માસના સમયગાળામાં આવાસ પૂર્ણ થયે વધારાની રકમ રૂપિયા 20,000ની સહાય મળી કુલ 1,75,040ની સહાય લાભાર્થીના સીધા બેંક ખાતામાં જમા કરાતી હોય આ સહાય અંતર્ગત મોરબી તાલુકામાં 53 આવાસોનુ બાંધકામ પૂર્ણ થતા આવા લાભાર્થીઓને કુલ રૂપિયા 88.20 લાખ તેમજ માળિયા તાલુકામાં 126 આવાસોનું બાંધકામ પૂર્ણ થતા આવા લાભાર્થીઓને કુલ રૂપિયા 151 લાખની સહાય ચૂકવવામાં આવી હતી.

સારું મકાન અને સંતાનોને ભણાવી સ્વનિર્ભર બનાવાના મહિલાના યોગદાનને પીએમ મોદીએ બિરદાવ્યું