Saturday - May 18, 2024

ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતીની 200માં જન્મોત્સવમાં મેદની એકત્ર કરવા ભારે મથામણ

ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતીની 200માં જન્મોત્સવમાં મેદની એકત્ર કરવા ભારે મથામણ

ટંકારના ઇતિહાસમાં પ્રથમ વખત ટંકારાની ભૂમિને જન્મ લઈને પાવન કરી ભારત અને વિશ્વમાં પણ શાસ્ત્રો અને વેદો, ઉપનિષદ સહિત ભારતીય સંસ્કૃતિનું જીવનભર ઊંડું અંધ્યાત્મિક જ્ઞાન આપીને માનવ જીવનનો સાચો મર્મ સમજાવનાર વિશ્વ વિભૂતિ એવા મહર્ષિ સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200માં જન્મોત્સવની ઉજવણી આગામી તારીખ 10 થી 12 ફેબ્રુઆરી સુધી થનાર હોય આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના દેશના મહાનુભાવો અને દેશ-વિદેશના મહેમાનો ઉપસ્થિત રહેવાના આ મહોત્સવ ઐતિહાસિકની સાથે અવિસ્મરણીય બની રહેશે.

વિશ્વ વિભૂતિ મહર્ષિ સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતી નિમિતે 10 થી ત્રણ દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમોને લઈને છેલ્લા ઘણા દિવસોથી ટંકારામાં અનેકવિધ કાર્યક્રમો અને સુશોભન કરવામાં આવી રહ્યું છે. ટંકારાના દરેક ઘરમાં ધ્વજ લગાવી દરેક આંગણે રંગોળી બનાવાય છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મોત્સવ નિમિતે ત્રણેય દિવસ સવારે 5-30 થી 7-30 સુધી યોગઅભ્યાસ અને ધ્યાનનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ દરરોજ સવારે 8-30 થી 9-30 અને સાંજે 6-15 થી 7 વાગ્યા સુધી યજમાન દ્વારા યજ્ય થશે. આ ઉપરાંત આખો દિવસ લોકો યજ્યમાં આહૂતિ આપી શકશે. 10 ફેબ્રુઆરીએ સવારે 9 થી 9-30 સુધી ટંકારામાં જન્મસ્થળે યજ્ઞ યોજાશે. 9-30એ શોભાયાત્રા, કતશનજીનું આંગણું નામની 70 વીઘા જેટલી જગ્યામાં યોજાઈ રહ્યો છે. આ સ્થળને સ્વામી દયાનંદ સરસ્વતીજીના પિતાજીના નામ પરથી કરસનજીકા આંગન નામ આપવામાં આવ્યું છે. સ્થળ પર 100 જેટલા બંગાળી કારીગરોની 15 થી 20 દિવસની મહેનત બાદ ભવ્ય અને અદભુત પ્રવેશદ્વાર બનાવાયો છે.