Tuesday - Oct 27, 2026

મોરબીમાં ‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ સાથે આગામી ૨૮ ઓક્ટોબરથી સ્વદેશી મેળો

મોરબીમાં ‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ સાથે આગામી ૨૮ ઓક્ટોબરથી સ્વદેશી મેળો

રત્નકલા ગ્રાઉન્ડ ખાતે સખી મંડળની બહેનોની હસ્તકલા કૃતિઓનું થશે વેચાણ; સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગા થીમ, મેજિક શો, લોક ડાયરો અને સ્વચ્છતા જાગૃતિ નાટકો બનશે મેળાનું મુખ્ય આકર્ષણ

મોરબી : લોકલ ફોર વોકલ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના આશયથી મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સર્જનથી સમૃદ્ધિ’ ની થીમ સાથે આગામી તા. ૨૮ ઓક્ટોબરથી મોરબી ખાતે ‘સ્વદેશી મેળો' યોજાનાર છે.

મોરબીમાં ‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ સાથે આગામી ૨૮ ઓક્ટોબરથી સ્વદેશી મેળો

મોરબીના સ્કાય મોલની બાજુમાં આવેલા રત્નકલા ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ સ્વદેશી મેળામાં વિવિધ હસ્તકલાની વસ્તુઓ અને સ્થાનિક સામગ્રીઓનું સખી મંડળની બહેનો દ્વારા વેચાણ કરવામાં આવશે. આ સ્વદેશી મેળાનું મુખ્ય આકર્ષણ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગા થીમ પર આધારિત પ્રસ્તુતિઓ, મનોરંજક મેજિક શો, લોક ડાયરો તેમજ સ્વચ્છતા અને જન જાગૃતિલક્ષી નાટકો રહેશે. આ કાર્યક્રમો નિહાળવા અને સ્વદેશી મેળાનો વધુને વધુ લાભ લેવા તમામ નગરવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.