Monday - Aug 17, 2026

હળવદના વેગડવાવમાં કુટુંબીના જામીન કરવાની શંકા રાખી ધારીયાથી યુવાન પર હુમલો કરી બટકા ભર્યા

હળવદના વેગડવાવમાં કુટુંબીના જામીન કરવાની શંકા રાખી ધારીયાથી યુવાન પર હુમલો કરી બટકા ભર્યા

દંપતીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા યુવકે અગાઉ તેમના પરિચિતના જામીન કરાવ્યા હોય તેનો ખાર રાખી આરોપી દંપતીએ હુમલો કરી ધારીયાના ઘા ઝીકી બટકા ભરી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા ફરિયાદી કલ્પેશ ઉર્ફે ભાણો જેરામભાઈ નગવાડિયાએ આરોપી ભરત ઉર્ફે સીસો ચતુરભાઈ સુરેલા અને તેમના પત્ની હંસાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગઈકાલે સાંજે ફરિયાદી ખારીવાડી વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે આરોપી દંપતીએ અગાઉ તેમના કુટુંબીના જામીન કરાવ્યા હોય તેનો ખાર રાખી ધારીયાથી હુમલો કરી હાથના બટકા ભરી લઇ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.