મોરબીના શખ્સ સામે નામ જોગ ફરિયાદ નોંધાતા ગુનો ડિટેકટ થયા બાદ ફરિયાદ નોંધ્યાની ચર્ચા
મોરબી : માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામે મંદિરમાં થયેલી ચોરીના કિસ્સામાં પોલીસે મોરબીના તસ્કરને ઝડપી લીધા બાદ આ તસ્કરે અન્ય મંદિરમાં પણ ચોરી કરી હોવાની કબુલાતને પગલે હળવદ શહેરમાં આવેલ મામદેવ મંદિરમાં થયેલી ચોરીના કિસ્સામાં આ તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
હળવદ શહેરના પારેખ ફળીમાં રહેતા સતિષભાઈ નંદલાલભાઈ ગોહેલે આરોપી કિશન સુરેશભાઈ જાની રહે.બોનીપાર્ક, મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી કિશને ગત તા.8ના રોજ રાત્રીના સમયે લક્ષ્મી નારાયણ ચોકમાં આવેલ મામદેવ મંદિરમાંથી અંદાજે 200 ગ્રામ વજનના 15 ચાંદીના છતર કિંમત રૂપિયા 40 હજારની ચોરી કરી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.