Wednesday - Jun 03, 2026

મોરબીમાં GBWU દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો.

મોરબીમાં GBWU દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો.

મોરબી:તા. 02 જૂન અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (AIBEA)ના પ્રખર નેતા અને શ્રમિક આંદોલનના અગ્રણી વ્યક્તિત્વ કોમરેડ તારકેશ્વર ચક્રવર્તીની 101મી જન્મજયંતિ તથા AIBEAના 80મા સ્થાપના વર્ષ નિમિત્તે ગુજરાત બેંક વર્કર્સ યુનિયન (GBWU) – મોરબી યુનિટ દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ અંતર્ગત ભવ્ય નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેંક ઓફ બરોડા, રવાપર ચોકડી, મોરબી ખાતે સવારે 9:00 વાગ્યાથી યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન 1000થી વધુ ગ્લાસના છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની ગરમી વચ્ચે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમને સ્થાનિક નાગરિકોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો.
 
મોરબીમાં GBWU દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો.
મોરબીમાં GBWU દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો.
મોરબીમાં GBWU દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમમાં ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના સભ્યો, બેંક ઓફિસર્સ એસોસિયેશનના પ્રતિનિધિઓ તેમજ નિવૃત્ત બેંક કર્મચારીઓએ ઉત્સાહભેર સહભાગી બની સહયોગ આપ્યો હતો. સૌએ મળીને સમાજસેવા અને માનવસેવાના મૂલ્યોને ઉજાગર કરતાં આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ગુજરાત બેંક વર્કર્સ યુનિયન – મોરબી યુનિટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સમાજસેવા પ્રત્યેની સંગઠનની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો. આ તકે મોરબી જિલ્લાના ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયન લીડર પ્રકાશ ખટાણા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે બધા મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.