Wednesday - Apr 22, 2026

એક શખ્સની જાહેરમાં રોડ ઉપર બેસીને મુસ્લિમોની જેમ નમાઝ પઢતા ગાંડપણ હોવાની શંકા

એક શખ્સની જાહેરમાં રોડ ઉપર બેસીને મુસ્લિમોની જેમ નમાઝ પઢતા ગાંડપણ હોવાની શંકા

મોરબીના વૈભવી વિસ્તાર ગણાતા એસ.પી. રોડ ઉપર આજે સવારે એક શખ્સે મુસ્લિમોની જેમ જ નમાઝ અદા કરતા આસપાસ રહીશો ચકરાવે ચઢ્યા હતા. પણ આ શખ્સની હાલત પ્રાથમિક દ્રષ્ટિએ જ ગાંડપણ જેવી લાગતા સ્થાનિકોએ આ બનાવ અંગે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને આ શખ્સને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશને લઈ જઈ તપાસ હાથ ધરી હતી.

મોરબીના એસપી રોડ ઉપર આવેલા ભવ્ય બંગલાઓ અને મસમોટી ઇમારત જેવા વૈભવી વિસ્તાર આજે સવારે એક એવી વિચિત્ર ઘટના સર્જાઈ હતી કે, આ વિસ્તારના ઘણા બધા લોકો એક જ વાતે ચોરે અને ચૌટે ચોટયા હતા. વાત જાણ એમ હતી કે, એક 25થી 30 વર્ષનો યુવાન કંઈપણ જોયા જાણ્યા વગર સાથે લાવેલી ચાદરને નીચે રોડ ઉપર પાથરીને મુસ્લિમોની જેમ જ નમાઝ અદા કરી હતી. તેથી આ વિચિત્ર બાબત જોઈને લોકો ચર્ચાએ ચોટયા કે, એ ભાઈ મુસલમાન હોય તો તેણે પોતાના ઘર કે  મસ્જિદ એને દરગાહમાં નમાઝ અદા કરવા જવું જોઈએ ? અહીં શુ કામ નમાઝ અદા કરી ? એનો મતબલ  શુ? જાહેરમાં બિન મુસ્લિમ વિસ્તારમાં નમાઝ કેમ પઢવી પડી ? એના પાછળનું શુ પ્રયોજન કે તે માનસિક રીતે બીમાર છે ? જેથી જાહેરમાં નમાઝ પઢી ? પણ હાલના તબક્કે પોલીસે આ યુવાનને પકડીને પૂછપરછ હાથ ધરી છે અને પોલીસની તપાસમાં આ યુવાનની આ વિચિત્ર બાબતની સંપૂર્ણ સત્ય બહાર આવશે.