Saturday - May 16, 2026

મોરબી,ટંકારા,વાકાનેર, હળવદ, અને માળીયા (મી)ની આઈ.ટી.આઈ ખાતે સમર સ્કીલ વર્કશોપ 2025 નું આયોજન....

મોરબી,ટંકારા,વાકાનેર, હળવદ, અને માળીયા (મી)ની આઈ.ટી.આઈ ખાતે સમર સ્કીલ વર્કશોપ 2025 નું આયોજન....

મોરબી:- મોરબી જિલ્લામાં આવેલી સરકારી આઈ.ટી.આઈ ખાતે સમર સ્કીલ વર્કશોપ 2025નું તદ્દન ફ્રી ધોરણે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોરબી, ટંકારા, વાકાનેર, હળવદ, તથા માળીયા મિયાણા (પીપળીયા ચાર રસ્તા) તમામ મોરબી જિલ્લાની આઈટીઆઈ ખાતે ઓનલાઇન તથા ઓફલાઈન રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

  હાલમાં રાજ્યમાં તમામ સ્કૂલમાં વેકેશન છે ત્યારે આ સમયે સ્કૂલના ધોરણ આઠ પછીના વિદ્યાર્થીઓ તેમના ઉનાળુ વેકેશનમાં એક અઠવાડિયામાં પાંચ દિવસ રોજના બે કલાક અને ચાર દિવસ રોજના અઢી કલાક ને બે દિવસ રોજના પાંચ કલાક માટે કુલ 10 કલાકના મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ ખાતે સમર સ્કીલ વર્કશોપમાં જોડાઈ અને જીવનની કારકિર્દી ઘડવામાં આવનારા સમયમાં નવી ટેકનોલોજી વિશે માહિતગાર થઈ શકે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે.

આ સમર સ્કીલ વર્કશોપમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. 
 

મોરબી,ટંકારા,વાકાનેર, હળવદ, અને માળીયા (મી)ની આઈ.ટી.આઈ ખાતે સમર સ્કીલ વર્કશોપ 2025 નું આયોજન....

∆ ઘરેલુ વપરાશમાં ઉપયોગી ઈલેક્ટ્રીક સર્કિટ, ટૂલ્સ સાધનો તેમજ ઈલેક્ટ્રીક કામ કરતી વખતે ધ્યાને લેવામાં આવતા સલામતીના પગલાં વિશેની માહિતી.

∆ સીલીંગ ફેનનું સંપૂર્ણ મિકેનિઝમ અને તેની ઝડપને નિયંત્રિત કરતા રેગ્યુલેટર ની પાછળ નું જ્ઞાન તેમજ LED લાઇટ વિશેની માહિતી.

∆ લાઇટ શેડના ખ્યાલ નો ઉપયોગ કરીને થ્રીડી પ્રિન્ટિંગ નો પરિચય તેમજ પીકસેલના કદ બદલવાની સમજૂતી અને માહિતી

∆ ફ્યુઝ, MCB, રિલેનો સામાન્ય પરિચય વાસ્તવિક સમયમાં એમસીબી નું કામ વીજ કરંટના શ્રેણી અને સમાંતર પ્રવાહનો પરિચય ઘરગથ્થુ ઈલેક્ટ્રીક સર્કિટમાં સમાંતર સર્કિટના સિદ્ધાંત પર કામ કરતા બહુવિધ બલ્બનો ઉપયોગ કરીને બતાવવો. પોતાના માટે એકસ્ટેશન બોર્ડ બનાવવું અને માહિતી મેળવવી.

∆ કટીંગના મિકેનિક્સનો પરિચય લેસર કટીંગ ડ્રિલિંગ લેટ ઓપરેશન વગેરે અંગેની જાણકારી અને માહિતી.

∆ એક્સેલ ની પાયાની સમજ તેમજ સરવાળા,બાદબાકી, સરેરાશ, શેષ, મધ્યક, એક્સેલમાં ચાર્ટ પીવોટ ટેબલની સમજ અને માહિતી.

∆ પીવીસી પાઇપના ઉપયોગથી ટ્રમપેટ બનાવવું, પ્રાયોગિક અભ્યાસ દ્વારા તેની સમજ અને માહિતી મેળવવી.

∆ પ્રેક્ટીકલ અભ્યાસ અને પ્રયોગ દ્વારા વેલ્ડીંગ રોડ કેમ પકડવી, વેલ્ડીંગ જ્યોતના પ્રવાહ અંગે સિંગલ રોડ વેલ્ડીંગની મદદથી વેલ્ડીંગ અંગેની પાયાની સમજ અને માહિતી.

∆ ઇલેક્ટ્રોનિક સર્કિટ,સેમીકંડક્ટર પીસીબી બોર્ડ, સોલ્ડરીંગનો પરિચય અને માહિતી.

∆ પ્લમ્બિંગ અંગેની બેઝિક સમજ તે માટે ઉપયોગમાં લેવાતા વાલ્વ, વોશર, લીકેજ અંગેની સમજ અને માહિતી.

∆ પેટ્રોલ ડીઝલ એન્જિનનો વર્કિંગ અંગેનો કટ સેક્શન, એક્સેલેટર તેમજ બ્રેક નું કાર્ય વ્હીલ કેવી વળે છે તે અંગેની સમજ અને માહિતી.

∆ સીવણનો ઘરેલુ ઉપયોગ તથા સીવણ થીયરીની સમજ અને માહિતી.

∆ એર કન્ડિશનર અંગેનો પરિચય આઉટડોર યુનિટ સાફ કેમ કરવું, યોગ્ય સાફ સફાઈ તેમજ એર કુલર ને સાફ કેમ કરવું? કુલિંગ પેડ કે બદલવા અંગેની સમજ અને માહિતી આપવામાં આવશે.

 આ અંગે વધુ માહિતી માટે તમામ આઈ.ટી.આઈના મોબાઈલ નંબર નીચે આપેલા છે.

∆ મોરબી આઈ.ટી.આઈ મોબાઈલ નંબર 9325954022, 8320169599

∆ ટંકારા આઈ.ટી.આઈ મોબાઇલ નંબર 9724816118

∆ હળવદ આઈ.ટી.આઈ મોબાઇલ નંબર 9265976793

∆ માળીયા મીયાણા આઈ.ટી.આઈ મોબાઈલ નંબર 9624376133

∆ વાંકાનેર આઈ.ટી.આઈ મોબાઈલ નંબર 9898111235

વધુ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.

આ સમર સ્કીલ વર્કશોપ માં જોડાવા માટે આપેલ લિંકમાં forms.gle/wvtcL8NgGV6wsoyGA જઈને રજીસ્ટ્રેશન કરવું.